હવે આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે તાલિબાનની જીત અને સરકારની હાર માટે હાલના અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને જવાબદાર ગણાવ્યા છે.
લગભગ 30 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં પહેલાં આંદોલન અને પછી કટ્ટરપંઠી સંગઠન તરીકે તાલિબાને આખરે દેશની સત્તા હાંસલ કરી જ લીધી. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા.