comparemela.com


Sola Called 100 Teachers Of The Corporation, Took The Bus To Gandhinagar And From There To Baroda By Train Before The Teachers Understood.
કેપિટલ રેલવે સ્ટેશન લોકાર્પણ:કોર્પોરેશનના 100 શિક્ષકને સોલા બોલાવ્યા, શિક્ષકો કંઈ સમજે એ પહેલાં બસમાં ગાંધીનગર અને ત્યાંથી ટ્રેનમાં બરોડા લઈ ગયા
અમદાવાદ3 કલાક પહેલા
કૉપી લિંક
ગાંધીનગરથી ટ્રેન ખીચોખીચ ભરી કલોલ ઉતારી દીધા, ભાજપવાળાને દૂર જ રાખ્યા
વડોદરાના છાયાપુરીમાં તમામ શિક્ષકોને ઉતારી દેવાયા, ત્યાંથી બસમાં મોડી રાત્રે અમદાવાદ પરત ફર્યા
અમદાવાદના 450 લોકોને પાછા લાવવા કલેક્ટરે 44 કર્મચારીને 22 બસો લઈ વડોદરા મોકલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંડી ફરકાવી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી બે ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ બંને ટ્રેનોમાં મુસાફર ભરવા માટે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓને ભરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ. સ્કૂલોના પણ 100 શિક્ષકને પણ આ ટ્રેનમાં મોકલાયા હતા. મજાની વાત એ છે કે આ શિક્ષકોને છેલ્લે સુધી કોઈ જાણ જ નહોતી કરાઈ. આ શિક્ષકોને સર્ક્યુલર કરીને બપોરે 1 વાગે સોલા ઉમિયા કેમ્પસમાં હાજર રહેવાની સૂચના અપાઇ હતી, પરંતુ પરિપત્રમાં શિક્ષકોને બોલાવવાનું કારણ જણાવ્યું નહોતું. શિક્ષકો સોલા કેમ્પસમાં એકઠા થતાંની સાથે જ તમામને બસમાં ગાંધીનગર જવાની સૂચનાથી શિક્ષકોમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. ગાંધીનગર પહોંચતાં જ શિક્ષકોને છાયાપુરી જતી ટ્રેનમાં બેસી જવા જણાવી આશ્વાસન આપ્યું હતું કે ત્યાંથી અમદાવાદ આવવાની પણ ‌વ્યવસ્થા કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વલણથી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
ગાંધીનગર-વરેઠા ટ્રેનમાં પેસેન્જર બતાવવા સરકારી કર્મીઓ બેસાડાયા
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના ઉદઘાટન સાથે ગાંધીનગરથી તારંગા નજીક વરેઠા સુધીની વાયા વડનગર મેમુ ટ્રેન શરૂ થઈ હતી. ગાંધીનગર-વરેઠા ટ્રેનને પેસેન્જરોથી ભરવા માટે ગાંધીનગરના સરકારી અધિકારીઓને જવાબદારી સોંપાઈ હતી. જ્યારે શહેર ભાજપના ઉત્સાહી નેતાઓ અને કાર્યકરોને દૂરથી જ દર્શન કરવા પડ્યા હતા. સ્ટેશનથી મુસાફરો ભરીને કલોલમાં ઉતારી દેવામા આવ્યા હતા. સખી મંડળની બહેનો, સ્વામી વિવેકાનંદ-નેહરૂ કેન્દ્રના યુવાનો તથા શાળાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ સહિત 400 જેટલા પેસેન્જરને ગાંધીનગર-વરેઠા ટ્રેનમાં બેસાડાયા હતા. આ તમામ લોકોને કલોલ રેલવે સ્ટેશન ઉતારાયા હતા અને બસમા પાછા ગાંધીનગર લવાયા હતા.
કલેક્ટર કચેરીના 44 કર્મી વડોદરા આવ્યા
ટ્રેનમાં વડોદરા પહોંચેલા અંદાજે 600 લોકો બસ દ્વારા અમદાવાદ અને આણંદ પરત ગયા હતા. અમદાવાદ કલેકટર કચેરી દ્વારા વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં આવનાર તમામને પરત લઈ જવા માટે 22 બસની વ્યવસ્થા કરાઈ હતી. આ બસની સાથે અમદાવાદ કલેકટર કચેરીના 44 કર્મચારીઓ પણ વ્યવસ્થા માટે વડોદરા આવ્યા હતા.
ટ્રેનને આવકારવા સ્ટેશનો પર મંત્રીઓ હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંડી ફરકાવી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી પ્રસ્થાન કરાવેલી બન્ને ટ્રેનને ગુજરાતની હદમાં આવતાં તમામ રેલવે સ્ટેશન પર રાજ્ય સરકારના મંત્રીઓએ હાજર રહી આવકાર આપવાની સાથે ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ગાંધીનગર -વારાણસી સુપરફાસ્ટ ટ્રેનને અમદાવાદ સ્ટેશન પર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આવકારવાની સાથે સાંજે 6.05 વાગે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Baroda ,Gujarat ,India ,Ahmedabad ,Vadodara ,Sola Bridiebereza ,Gandhinagar Taranga ,Ahmedabad Collector Office ,Education Committee ,Swami Center ,Capital Railway Station November ,Gandhinagar Train ,Prime Minister ,Gandhinagar Capital Station ,Ahmedabad Municipal ,Gandhinagar Capital Railway Station ,Via Monthly ,Railway Station ,Vadodara Railway Station ,பரோடா ,குஜராத் ,இந்தியா ,அஹமதாபாத் ,வதோதரா ,கல்வி குழு ,ப்ரைம் அமைச்சர் ,அஹமதாபாத் நகராட்சி ,காந்திநகர் மூலதனம் ரயில்வே நிலையம் ,ரயில்வே நிலையம் ,வதோதரா ரயில்வே நிலையம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.