Share
દેશ-વિદેશમાં ગુરુ પૂર્ણિમાનું ખુબ જ મહત્વ રહેલું છે. બે દિવસ પહેલા ગુરુ પૂર્ણિમા ગઈ છે. ત્યારે એક અજીબો ગરીબ પ્રસંગ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું છે. જી હાં… તમે બરાબર જ સાંભળ્યું છે. સાવરકુંડલામાં માનવ મંદિરમાં ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ દીકરાનું દાન આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના હરદા શહેરના ઘનશ્યામભાઈ પટેલના બે પુત્રોમાંથી 7 વર્ષના સોહમ નામના પુત્રને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન માનવ મંદિરને આપી પોતાની એક સામાજિક અને અદભુત ફરજ પૂરી કરી હતી. સુપ્રસિદ્ધ કથાકાર અને માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુને ગુરુદક્ષિણામાં દીકરાનું દાન કરવામાં આવ્યું હોવાની ચર્ચા સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ છે.
સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં માનવ મંદિરનું ખુબ જ મહત્વ છે. ત્યારે માનવ મંદિરમાં રખડતી ભટકતી નિરાધાર પાગલ મહિલાઓને અહીં વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના દુધરેજ જગ્યામાં જ દીકરાના દાન આપવામા આવે છે, ત્યારે માનવ મંદિરમાં આ અદભુત અને પ્રથમ વખત જ દીકરાનું દાન આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના હરદાથી ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પરિવારે માનવ મંદિર આવ્યા હતા અને અહીં તેમને પોતાના દીકરાનું દાન આપી અનોખી ગુરૂ દક્ષિણાની મિશાલ કાયમ કરી છે. માનવ મંદિરના ભક્તિ બાપુએ આ સાત વર્ષના દીકરા સોહમના સંસ્કાર અને અભ્યાસની જવાબદારી સ્વીકારી છે.
ભક્તિ બાપુએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. તમને જણાવીએ કે માનવમંદિર એટલે આજથી સાત વર્ષ પહેલા રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર ભક્તિ બાપુએ નિસ્વાર્થ ભાવે અને સેવાની ભાવનાથી સ્થપાયેલ આશ્રમ છે. આ આશ્રમમાં અત્યાર સુધીમાં 92 જેટલી બહેનો સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. હાલમાં 54 જેટલી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનું ભક્તિ બાપુની નિશ્રામાં પ્રયાસ કરી રહી છે.
માનવ મંદિરમાં ક્યારેય કોઈ પાસે ફાળો નહીં કરવાના કોઈ પાસે માગવું નહીં એવા અઘરા નિર્ણય સાથે આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રભુકૃપાથી સતત જરૂરિયાત મુજબનું દાન મળી રહે છે અને માનવ મંદિરના અનેક સેવકો ભક્તો યથાશક્તિ દાનની સરવાણી વહાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 30, 2021