comparemela.com


Share
ગુજરાતમાં દારૂબંધીના કારણે ડ્રગ્સનું ચલણ બેફામ વધ્યું છે, પોલીસની સાંઠગાંઠના કારણે આંખ આડા કાન કરવાની નીતિને લીધે ઠેર ઠેર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, ‘સંદેશ’ના સ્ટિંગ ઓપરેશનમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં બેખોફ જુદા જુદા ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરોનો પર્દાફાશ થયો છે.
એમડી, બ્રાઉનશુગર, ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) કે પોલીસનો કોઈને ડર નથી. પેડલરો રૂ.૬૦ થી ૩૨૦૦ની કિંમતમાં એમડી, બ્રાઉનશુગર (પાઉડર) જેવા નશીલા પદાર્થોનું બિનદાસ્ત થઈ વેચાણ કરી રહ્યા છે. આ શખ્સો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈને માત્ર ફોન પર યુવાનોને આ ઝેર વેચી રહ્યા છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને પોલીસની કવોન્ટિટી હોય તો જ કેસ કરવાની માનસિકતાને પગલે લોકોની જિંદંગી બરબાદ કરતા આ ઝેરનો ફેલાવો ઠેર ઠેર થયો છે.
શહેરની નામી શૈક્ષણિક સંસ્થાઓ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ સહિતની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવા ડ્રગ્સ પેડલરોએ અડ્ડો જમાવી રાખ્યો છે.  છેલ્લાં એક વર્ષમા મોટા મોટા ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવાનો દાવો કરતી એટીએસ અને ક્રાઈમબ્રાંચના ગાલ પર લાફો મારતા હોય એમ ડ્રગ્સ પેડલરો અત્યંત ગુપ્ત નેટવર્કથી પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે
સ્ટિંગ ઓપરેશનમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સ વેચતા કેદ થયેલા પેડલરો
ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી જોરા બ્રાઉન સુગર જેવા કલરિંગ નશીલા પાવડર વેચતી કેમરામાં કેદ થઈ.
સેક્સરેકેટ સાથે સંકળાયેલ વિકાસ મણિનગર રેલવે સ્ટેશનની સામે MD ડ્રગ્સની ડિલિવરી આપતો કેમેરામાં કેદ થયો
વિકાસ મણિનગર SBI બેન્કના ખાંચામાં MD ડ્રગ્સ આપી ૨,૮૦૦ રૂપિયા લીધા હતા ત્યારની તસવીર
ચંડોળા પાસે રિચી અને તેના સાગરિતો નશીલા પાવડરનો વેપલો કરતાં નજરે પડયા હતા
શાહઆલમમાં બરકતના સ્ટેન્ડ પર વૃદ્ધ વ્યક્તિ કાગળની પડીકી બનાવી નશીલા પાઉડરનું વેચાણ કરતો
ડમી ગ્રાહક મોકલી પોલીસે પેડલરને પકડયો હોય એવો એક પણ કિસ્સો નહીં
ગુજરાતના મહાનગરોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે ત્યારે ડમી ગ્રાહક મોકલીને ડ્રગ્સ પેડલર કે માફિયાની ધરપકડ કરવાના કિસ્સા પણ સામે આવતાં નથી, જો પોલીસ સક્રિય હોય તો રાજ્યમાં ઠેર ઠેર મળતાં મોતના ડોઝનો કારોબાર તેજ ગતિએ ધમધમી પણ ના શકે. સામાન્ય લોકોમાં એ પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે કે, દારૂબંધી કડક બનાવવા કાયદો લાવતી સરકાર ડ્રગ્સના દૂષણને અટકાવવા કેમ કોઈ ઠોસ કદમ ઊઠાવતી નથી?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની માનસિકતા જ એવી છે કે, મોટો જથ્થો પકડવો, જેના કારણે પેડલરોએ ટીપે ટીપે વેચાણ કરી ગુજરાતને ડ્રગ્સનું સરોવર બનાવી દીધું છે. ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે પોલીસની નીતિ-નિયત સામે સવાલો ઊઠી રહ્યા છે, પોલીસની રહેમ નજર હેઠળ ડ્રગ્સનો કારોબાર ધમધમી રહ્યો હોવાના કારણે નશેડીઓને છુટ્ટો દોર હોય તેવી સ્થિતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 28, 2021

Related Keywords

Ahmedabad ,Gujarat ,India , ,Development Ahmedabad Bank ,Gujarat Ahmedabad ,Chandola Lake ,Associated Development Ahmedabad Railway Station ,Image Chandola ,Gujarat Lake ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,குஜராத் அஹமதாபாத் ,சந்தோலா ஏரி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.