જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના જામવાડી ગામમાંં એક બાળકને પેટમાં દુખાવો ઉપડયા પછી ખેંચ આવી જતાં તેનું મૃત્યુ થયું છે. જ્યારે પ્રભાતનગરમાં એકલા રહેતાં વૃદ્ધાનું બિમારીથી અને કાલાવડના ટોડામાં એક ખેડૂત છાતીમાં દુખાવો ઉપડયા પછી મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.