comparemela.com


Share
રાજ્યસભામાં કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની તીવ્ર અછતના કારણે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓના સડક પર અને હોસ્પિટલોમાં મોત થયા હોવા અંગેના સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઇ મોત થયાં નથી.
પવારે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ રાજ્યો હસ્તક છે અને તેઓ દરરોજ કોરોનાના નોંધાતા કેસ અને મોત અંગે કેન્દ્રને માહિતી આપે છે. કોરોનાના મોત અંગે કેન્દ્રને જાણ કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોેને વિગતવાર ગાઇડલાઇન અપાઇ જ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રને આ અંગે માહિતી અપાઇ નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ક્યારેય કોઇ રાજ્યને કોરોનાથી થતા મોત અને કેસની સંખ્યા ઓછી નોંધવાનું કહ્યું નથી. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જે આંકડા અને માહિતી મોકલવામાં આવે છે તેના આધારે જ કેેન્દ્ર સરકાર દૈનિક મોત અને કેસના આંકડા પ્રસિદ્ધ કરે છે. અમારું કામ ફક્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા આંકડા પ્રસિદ્ધ કરવાનું જ છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, ચર્ચા દરમિયાન આપણે જોયું કે, જો કોઇ સારું કામ થયું તો તેનો શ્રેય મુખ્યમંત્રીઓને આપવામાં આવી રહ્યો છે અને જો કાંઇ ખરાબ થયું તો તેના માટે પીએમ મોદીને બદનામ કરવામાં આવી રહ્યાં છે. વડા પ્રધાન વારંવાર કહી ચૂક્યા છે કે આ મહામારીમાં રાજનીતિને કોઇ સ્થાન નથી. (અનુસંધાન પેજ ૧૭)
વિપક્ષ એકતરફ એમ કહે છે કે લોકડાઉન ઘણું આકરું છે, બીજીતરફ તેેને કેક પણ ખાવો છે ઃ હરદીપસિંહ પુરી
કેન્દ્રીય પેટ્રોલિયમ મં૬ી હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૯માં ચીને કોરોના વાઇરસના મૂળની જાહેરાત કરવાની સાથે ચીનથી આવતી ફ્લાઇટ પર રોક લગાવનાર સૌપ્રથમ દેશ ભારત હતો. વિપક્ષ પર પ્રહાર કરતા પુરીએ જણાવ્યું હતું કે, એકતરફ વિપક્ષ એમ કહે છે કે લોકડાઉન આકરું છે અને બીજીતરફ તેને કેક પણ ખાવો છે.
આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર સરકાર રૃ. ૪૦,૦૦૦ કરોડ ફાળવી ચૂકી છે ઃ નિત્યનંદ રાય
બીજીતરફ  કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં  એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના  મહામારીને અટકાવવા તથા આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા રૃપિયા  ૪૦,૦૦૦ કરોડને મંજૂરી આપી છે. આ નાણા નેશનલ હેલ્થ મિશન  અંતર્ગત કરાતી ફાળવણીથી અલગ છે. ૨૦૧૯-૨૦માં રૃપિયા ૧૧૧૩.૨૧  કરોડ, એપ્રિલ ૨૦૨૦માં રૃપિયા ૧૫,૦૦૦ કરોડ, ફેઝ ટુમાં રૃપિયા ૨૩,૧૨૩  કરોડની સરકારે ફાળવણી કરી છે આમ કુલ રૃપિયા ૪૦,૦૦૦ કરોડની  ફાળવણી થવા જાય છે.
પીએમ મોદી ક્યારેય દોષ સ્વીકારતા નથી, બલિનો બકરો જ શોધતા હોય છે ઃ મલ્લિકાર્જુન ખડગે
રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચર્ચા દરમિયાન આરોપ મૂક્યો હતો કે પીએમ મોદી ક્યારેય પોતાનો દોષ કબૂલતા નથી પરંતુ બલિનો બકરો જ શોધતા હોય છે. કોરોના મેનેજમેન્ટમાં તેઓ ન કેવળ નિષ્ફળ ગયા પરંતુ હર્ષ વર્ધન પર બધો દોષ ઢોળી દીધો. મહામારીમાં વડાપ્રધાને લોકોેને થાળી વગાડવા અને મીણબત્તી સળગાવવા કહ્યું અને જનતાએ તેમના પર વિશ્વાસ કરીને બધુ કર્યું પરંતુ પીેમ વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા. કોરોના કટોકટીમાં સરકારના મિસમેનેજમેન્ટના કારણે જનતાએ પોતાની નોકરીઓ અને પ્રિયજનો ગુમાવવા પડયાં છે. સરકાર વધતી જતી મોંઘવારી અને ખસ્તાહાલ અર્થતંત્રની પણ જવાબદારી લેવી જોઇએ. કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણના કારણે થતા મોત પણ છૂપાવી રહી છે.
વિપક્ષના કેન્દ્ર સરકાર પર આરોપ
– પહેલા વેવ પછી સરકારને તૈયારીનો સમય મળ્યો હતો પરંતુ આપણે સેકન્ડ વેવ માટે પોતાને તૈયાર કરી શક્યા નહીં, ઓક્સિજનના અભાવે દિલ્હીની મોટી હોસ્પિટલોમાં પણ દર્દીઓનાં મોત થયાં છેઃ આનંદ શર્મા, કોંગ્રેસ
– પીએમ કેર ફંડના કેટલા નાણા કોરોના રસીકરણમાં વપરાયાં, દેશમાં બધુ સફળછે છતાં પાંચ લાખ લોકો માર્યા ગયાં છે, અમારા પર વૈચારિક કમળનો આરોપ મૂકશો નહીં, જો કમળોછે તો તમે તેના પીડિતો છો – બિનોય વિશ્વમ, સીપીઆઇ
– કેજરીવાલ સરકારે ૧૩ ટકા બજેટ આરોગ્ય માટે ફાળવ્યું છે, કેન્દ્ર સરકાર તેમાંથી કશું શીખે. આરોગ્ય મંત્રી બદલી નાખવાથી દેશનું આરોગ્ય સુધરી જવાનું નથી ઃ સુશીલ ગુપ્તા, આપ
-કોરોના મહામારીએ અમીરોને વધુ અમીર બનાવી દીધાં જ્યારે અન્યોએ પોતાના ઘર અને પરિવાર ગુમાવી દીધાં – બલવિન્દર ભુંદેર, અકાલી દળ
હું તાલી અને થાલીનો અર્થ સમજું છું ઃ માંડવિયા
માંડવિયાએ  જણાવ્યું હતું કે, મારી દીકરી મેડિકલ ઇન્ટર્ન છે અને હોસ્પિટલના  કોવિડ વોર્ડમાં જ ફરજ બજાવે છે. હું તાલી અને થાલીનો અર્થ  સમજી શકું છું. કોરોના મહામારીમાં પીએમ મોદીએ અદ્દભુત  કામગીરી કરી છે. ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પહેલો કેસ નોંધાયો  તે પહેલાં પીએમ મોદીએ આપણને સાવધ કરી દીધાં હતાં.  આપણે ૧૩૦ કરતાં વધુ દેશોને દવા પૂરી પાડી. અમેરિકાના  પ્રમુખે પણ ભારતે કરેલી મદદ માટે આભાર માન્યો હતો.
દેશમાં મ્યૂકરમાઇકોસિસ (બ્લેકફંગસ)ના કુલ ૪૫,૪૩૨ કેસ, ૪,૨૫૨ મોત નોંધાયાં ઃ માંડવિયા
કોરોના મહામારી બાદ દેશમાં મોટી સંખ્યામાં મ્યૂકરમાઇકોસિસ (બ્લેકફંગસ)ના કેસ નોંધાયા હતા. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આરોગ્યમંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ૧૫ જુલાઇ સુધીમાં દેશમાં મ્યૂકરમાઇકોસિસ અથવા બ્લેકફંગસના ૪૫,૪૩૨ કેસ નોંધાયા છે જેમાંથી ૨૧,૦૮૫ દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે અને ૪૨૫૨ દર્દીનાં મોત થયાં છે. ૮૪.૪ ટકા બ્લેકફંગસના દર્દીઓ પહેલા કોરોનાથી સંક્રમિત થયાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
25344
Views
21664
Views
17204
Views
12020
Views

Related Keywords

India ,China ,New Delhi ,Delhi ,Rajya Sabha ,Rai Lok Sabha ,Sushil Gupta ,Opposition Center Government ,Statese Center ,Central Health ,India Health ,Central Health State Bharti ,Center Government Corona ,Fall Mallikarjun Rajya Sabha Congress ,Fall Puri Central Petroleum Rajya Sabha ,Center Government ,National Health Mission ,December China Corona Source ,Country India ,State Rai Lok Sabha ,Finance National Health Mission ,Prime Minister ,Finance Corona ,Fall Sushil Gupta ,Daughter Medical ,Fall Corona ,இந்தியா ,சீனா ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,ராஜ்யா சபா ,சுஷில் குப்தா ,மைய ஆரோக்கியம் ,இந்தியா ஆரோக்கியம் ,மையம் அரசு ,தேசிய ஆரோக்கியம் பணி ,நாடு இந்தியா ,ப்ரைம் அமைச்சர் ,மகள் மருத்துவ ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.