જામનગર તા. ૧૭ઃ જામનગર તાલુકાની આમરા કન્યા શાળામાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૃપે શાળામાં સ્થાપિત થયેલ સ્માર્ટ ક્લાસરૃમ-જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનને અનુસરીને મર્યાદિત લોકોની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની શરૃઆત પ્રાર્થના, સ્વગત, દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.