જામનગર તા. ૧૮ઃ જામનગરના એક એડવોકેટે પોતાના સસરા તથા તેના મિત્રના છુટાછેડા લેવાના દબાણના કારણે ધરાર છુટાછેડા લેવા પડયા હતા અને તે બાબતના આઘાતથી આત્મહત્યા વ્હોરી હતી. ઉપરોકત વિગતો તેણે સ્યુસાઈડ નોટમાં વર્ણવી હતી. પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી સસરા સહિત બે સામે ગુન્હો નોંધ્યો હતો.