તાલિબાને છેલ્લા સપ્તાહમાં અફઘાનિસ્તાનના 34માંથી 19 પ્રાંત પર કબજો કરી લીધો છે અને હવે તે કાબુલની તદ્દન નજીક પહોંચી ગયું છે. તાલિબાની લડવૈયાઓની આ ઝડપે દુનિયાભરના સુરક્ષા વિશ્લેષકોને પરેશાન કરી દીધા છે. તાલિબાને કેટલાક જિલ્લા અને શહેરો પર એકપણ ગોળી ચલાવ્યા વગર કબજો કરી લીધો છે. અમેરિકી લડાકુ વિમાન અફઘાનિસ્તાની સેનાના સમર્થનમાં હવાઈ હુમલો કરી રહ્યા છે, પરંતુ એની કાંઈ ખાસ અસર નથી થઈ રહી. | Afghanistan's future is bleak, either in the long civil war or in the return of the Taliban regime as it was in the 1990s.