ભક્તકવિ નરસિંહ મહેતાનું એક અતિ પ્રસિદ્ધ ભજન છે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ.’ આ આખે આખું ભજન જાણે કે પ્રમુખસ્વામી મહારાજ માટે લખાયું હોય એવું સ્વામીબાપાનું જીવન જોતા લાગે. શબ્દ મર્યાદાને લીધે અહીંયા તો માત્ર ભજનની પ્રથમ કંડીકા વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે.’ની જ વાત કરવી છે. સાચા સંતની આ એક લાક્ષણિકતા છે કે એ જગતના તમામ જીવોની પીડા સમજે છે અને પીડાનું નિવારણ પણ કરે છે.