Vapi's Lover Killed In Accident After Fleeing From West Bengal પ્રેમનો કરુણ અંજામ:પશ્ચિમ બંગાળથી પતિને છોડીને પ્રેમી સાથે ભાગીને વાપી આવી, રોડ ક્રોસ કરવા જતા ટ્રકની અડફેટે પ્રેમી યુવકનું મોત વલસાડ16 કલાક પહેલા કૉપી લિંક વાપી આવ્યા બાદ 18 દિવસમાં જ પ્રેમીનું મોત, ઇજાગ્રસ્ત પરિણીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ બે વર્ષ પહેલાં મહિલાના લગ્ન થયા હતા પણ પોતાના પ્રેમ માટે પિયરમાં રહેતી હતી પશ્ચિમ બંગાળમાં રહેતી પરિણીતાને બિહારમાં રહેતો પ્રેમી યુવક 10 જુલાઈના રોજ ભગાડી ગુજરાત લાવ્યો હતો. 5 દિવસ પહેલા વાપી ખાતે યુવક પરિણીતાને લઈને આવ્યો હતો. યુવકને ખાનગી કંપનીની બાંધકામની સાઈડ ઉપર નોકરી મળતાં છૂટક મજૂરી કરી રહેતો હતો. જ્યારે બે ઓગસ્ટની સાંજે ધરમપુર ચોકડી ખાતે તેની પ્રેમિકા સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. જે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા પ્રેમી યુવકનું મોત થયુ હતુ અને પરિણીત ઇજાગ્રસ્ત થઈ હતી. જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. પાંચ દિવસ પહેલાં પશ્ચિમ બંગાળથી પ્રેમી સાથે ભાગીને આવેલી પરિણીતા બાંધકામની સાઇટ ઉપર તેના પ્રેમી મહમદ તંજિલ સાથે છૂટક મજૂરી કરી ઝૂંપડામાં રહેતી હતી. 2 વર્ષ પહેલાં આ મહિલાના લગ્ન અન્ય એક યુવક સાથે થયા હતા. મહિલા છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી આ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી સાસરે જતી નહોતી. જ્યારે 10 જુલાઇના રોજ પશ્ચિમ બંગાળ ખાતે પોતાના પરિવારને જાણ કર્યા વગર યુવક સાથે ગુજરાત આવી હતી. જ્યારે યુવકના એક મિત્રે ખાનગી કંપનીની બાંધકામની સાઇટ ઉપર છૂટક મજૂરીના કામ માટે નોકરીએ રખાવ્યા હતા. બે ઓગસ્ટના રોજ ધરમપુર ચોકડી પાસે પરિણીતા અને યુવક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા જે દરમિયાન વાપીથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર (RJ-09-GD-8177)ના ચાલકે ટ્રક ગફલત ભરી રીતે હંકારી બંનેને અડફેટે લેતાં પ્રેમી યુવકનું મોત થયું હતુ. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ વડે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવ અંગે મહિલાએ ટ્રકચાલક વિરુદ્ધ સિવિલ હોસ્પિટલ ખાતેથી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારો પણ છે...