Vadodara Sweeti Patel Case In Report of blood sample found f

Vadodara Sweeti Patel Case In Report of blood sample found from home, today's incident reconstruction


Share
પોતાની પત્ની સ્વીટી પટેલની ઠંડે કલજે હત્યા કરીને લાશ ઉપર જવલનશીલ પદાર્થ નાખીને સળગાવી મુકનારા એસઓજીના પીઆઈ અજય દેસાઈ અને કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાને કરજણની કોર્ટે 6ઠ્ઠી ઓગષ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવા માટે હુકમ કર્યો છે. આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંગળવારે FSLની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્ને આરોપીઓને સદ્યન પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરીને વિવિધ કારણોસર 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. બીજી તરફ કરજણના ભાડાના મકાનમાં તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બ્લડના શંકાસ્પદ સેમ્પલ મળ્યાં હતાં. અજયે સ્વીટીનું ગળું દબાવી મર્ડર કર્યું ? તો બાથરૂમના સિંકમાં બ્લડ કેવી રીતે મળ્યું ? તે તપાસનો વિષય છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડી.પી.ચુડાસમા અને પીઆઈ ડી.બી.બારડે આરોપી પીઆઈ અજય દેસાઈ અને કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં જણાવ્યુ હતુ કે, પીઆઈ અજય દેસાઇએ ૫ જૂને સ્વીટીની હત્યા કરી હતી. ત્યારબાદ કિરિટસિંહને વોટસએપ કોલથી લાશનો નિકાલ કરવા માટે જાણ કરી હતી.આરોપી અજયે સ્વીટીની લાશ સળગાવવા જીપ કંપાસમાં વપરાતા એડબ્યુ ફયુઅલનો ઉપયોગ કર્યો હતો.
આ ગુનામાં બીજા કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ, સ્વીટીની હત્યા કેવી રીતે કરી હતી તેની તપાસ કરવાની છે.સ્વીટીની લાશ સળગાવવા કયા કયા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરાયો ? મૃતકની લાશના બીજા અવશેષો અન્ય સ્થળે સગેવગે કર્યાં હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શનકરવા રિમાન્ડ જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીઓને ૬ઠ્ઠી ઓગષ્ટ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
સ્વીટી બીજી વખત ગર્ભવતી બનતા કાંટો કાઢી નખાયો?
સ્વીટીની હત્યા થઈ તે ઘરમાંથી પોલીસને બ્લડના સેમ્પલ મળી આવ્યાં હતાં, જે તપાસર્થે FSLમાં મોકલાયાં હતાં. સ્વીટી પટેલ બીજી વાર ગર્ભવતી હોવાથી તેનો કાંટો કાઢી નખાયાની શંકા છે. સ્વીટી પટેલની મેડિકલ ફાઇલ પણ કબ્જે કરવાની બાકી છે. સ્વીટી પટેલ અને અજય દેસાઈ વચ્ચે ખરેખર ઝઘડો શું થયો તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. સ્વીટી પટેલની લાશનો નિકાલ કર્યા બાદ કેટલીક અસ્થીઓનો અન્ય જગ્યાએ નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
મૃતક સ્વીટીના ભાઇએ તટસ્થ તપાસ માટે કોર્ટમાં અરજ કરી
મૃતક સ્વીટીના ભાઇ જયદિપ પટેલ તરફથી કરજણ કોર્ટમાં એડવોકેટ હાજર રાખ્યો હતો. જેમાં એવી રજૂઆત કરી હતી કે, સ્વીટી ગર્ભવતી હોવાથી અથવા ઘર કંકાસના કારણથી તેનું મર્ડર થયું તેવી શંકા તેમને વ્યક્ત કરી હતી. જેથી સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
કિરીટ ડ્રાઇવર સાથે કારમાં 5 જૂને વૈભવ હોટલ પહોંચ્યો
કિરીટસિંહના ડ્રાઇવર પ્રદિપ સોલંકીની પોલીસે પૂછપરછ કરી હતી. પ્રદિપ તા.૫મી જૂને કિરીટને કારમાં લઈ બપોરે એકથી બેના અરસામાં અટાલીની વૈભવ હોટલે પહોંચ્યો હતો. કિરીટ પગપાળા વૈભવની બાજુની બંધ હોટલમાં ગયો હતો. ત્યારબાદ કિરીટે ત્યાં કોઇ નહીં હોવાની ખાતરી કરી હતી. કિરીટે વૈભવ હોટલમાં રોકાઈ પીઆઈ અજય દેસાઈની રાહ જોઈ હતી.
આખરે સ્વીટીના હત્યારા પીઆઈ અજય દેસાઈ સસ્પેન્ડ કરાયો
ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં ધરપકડ બાદ વડોદરા ગ્રામ્યના તત્કાલિન SOG પીઆઇ અજય દેસાઇને સસ્પેન્ડ કરાયો છે. પોલીસે અજય દેસાઇની સરકારી ગ્લોક પિસ્તોલ પણ જમા લીધી છે. વડોદરા ગ્રામ્યના DySP દ્વારા અજય દેસાઇ વિરૂદ્ધ શિસ્ત ભંગ અને લગ્ન વિષયક મુદ્દાની તપાસ ચલાવવામાં આવી રહી છે. સ્વીટીના મર્ડર થયું ત્યારે અજય દેસાઇ SOG ઉપરાંત વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પીઆઇ અને ચાર્જ સંભાળતો હતો.
અજય દેસાઇ બેથી વધુ ફોનનો ઉપયોગ કરતો હતો
આરોપી પીઆઈ અજય દેસાઇ બેથી વધુ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતાં. પોલીસ દ્વારા અજય દેસાઇ અને મૃતક સ્વીટી પટેલનો ફોન કબ્જે લેવાયો હતો. બંને ફોન તપાસ માટે એફએસઅલમાં મોકલાયા છે. અજય દેસાઇના ફોનના સીડીઆરની ચકાસણી દરમિયાન પોલીસના શંકાના દાયરામાં આવનાર વ્યક્તિઓની પૂછપરછ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 27, 2021

Related Keywords

Ahmedabad , Gujarat , India , Vadodara , Ajay Desai , Jaydeep Patel , Patele Ajay Desai , Ahmedabad Crime Branch , Ajay Desaie Congress , Jadeja Court August , Crime Branch , Ajay Desaie Jadeja Ahmedabad Crime Branch , Jadeja Ahmedabad Crime Branch , Ajay Desai June , Patel Murder , அஹமதாபாத் , குஜராத் , இந்தியா , வதோதரா , அஜய தேசாய் , ஜெய்தீப் படேல் , அஹமதாபாத் குற்றம் கிளை , குற்றம் கிளை ,

© 2025 Vimarsana