Share રાજસ્થાનમાં એપ્રિલ ૨૦૨૦થી મે ૨૦૨૧ સુધીના કોરોના મહામારીની સમયગાળામાં કુલ ૪૫,૦૮૮ મોત નોંધાયાં છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં સત્તાવાર રીતે ૮,૩૮૫ મોત થયાનો દાવો કરાયો છે. આમ રાજ્યમાં જન્મ-મરણ નોંધણી વિભાગ દ્વારા નોંધાયેલા મોતનો આંકડો પાંચ ગણો વધારે છે. રાજસ્થાનમાં એપ્રિલ ૨૦૨૧માં ૨૬,૨૫૧ અને મે ૨૦૨૧માં ૪૯,૦૪૬ મોતની નોંધણી કરાઈ છે. આ સમયગાળામાં ભારતમાં કોરોના મહામારીનો સેકન્ડ વેવ પીક પર હતો પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાથી આ સમયગાળામાં થયેલા મોતની સંખ્યા ફક્ત ૫,૫૬૭ જ દર્શાવાઈ છે. આમ લગભગ ૩૯,૪૩૮ મોત વધારાના છે. બીજી જુલાઈ સુધીમાં રાજસ્થાનમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા ૮,૯૭૦ દર્શાવવામાં આવી છે. જોકે મધ્યપ્રદેશમાં આ પ્રકારના ગણતરીમાં ન લેવાયેલા મોતની સંખ્યા ૧,૯૨,૦૪૪ની છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં પણ આ પ્રકારના મોત છે પરંતુ તેમની સંખ્યા નજીવી છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૪૪,૧૧૧ કેસ નોંધાયાં હતાં અને ૭૩૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૭,૪૭૭ દર્દી રિકવર થયાં હતાં. સતત ૫૧મા દિવસે નવા કેસ કરતાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. ૯૭ દિવસ પછી દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખથી નીચે પહોંચી છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સતત ૨૬મા દિવસે ડેઇલી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે ૨.૩૫ ટટકા અને વીકલી પોઝિટિવિટી રેટ ૨.૫૦ ટકા રહ્યો છે. દેશમાં નેશનલ રિકવરી રેટ વધીને ૯૭.૦૬ ટકા પર પહોંચ્યો છે. ભારત : કોરોનામીટર ભારતમાં વેક્સિનેશનનો આંકડો ૩૫ કરોડને પાર થઇ ગયો છે. શનિવારે એક જ દિવસમાં સાંજે ૭ વાગ્યા સુધીમાં વેક્સિનના ૫૭,૩૬,૯૨૪ ડોઝ મુકાયા હતા. આ સાથે જ દેશમાં વેક્સિનના કુલ ૩૫,૦૫,૪૨,૦૦૪ ડોઝ અપાઇ ચુક્યા છે. ૪૪,૧૧૧ નવા કેસ ૨૪ કલાકમાં ૭૩૮ દર્દીનાં મોત ૨૪ કલાકમાં ૫૭,૪૭૭ દર્દી રિકવર ૨૪ કલાકમાં ૩,૦૫,૦૨,૩૬૨ દેશમાં કુલ સંક્રમિતો ૨,૯૬,૦૫,૭૭૯ કુલ દર્દી રિકવર ૪,૦૧,૦૫૦ મહામારીનો કુલ મૃતાંક ૪,૯૫,૫૩૩ દેશમાં કુલ એક્ટિવ કેસ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery