Share લખતર તાલુકાના લીલાપુર ગામનો પાટીદાર યુવક ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સમયે પોરબંદરથી મુંબઇ જહાજ લઇને જતા રસ્તામાં એન્જિનમાં ખામી સર્જાતા યુવક અંડર ડોરમાં ઉતરતા સમયે પગ એન્જિનના ચક્કરમાં ફસાતા ગંભીર ઇજા પહોંચી હતી. એથી તાત્કાલીક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ યુવક શહીદ થતા ઇન્ડિયન નેવીના સ્ટાફ દ્વારા ગામડે લાવી ગાર્ડ ઓર્નર સાથે સન્માનીત કરી અિંતમ સંસ્કાર કરતા સમયે આખું ગામ હિબકે ચડયુ હતુ. ભારતની ત્રણ સલામતી પાંખ છે જેમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સમાં ભારતીય સેના તરીકે અલગ-અલગ પોસ્ટ ઉપર વિવિધ રાજ્યના અનેક લોકો ફરજ બજાવે છે. ત્યારે આર્મીમાં ફરજ બજાવતા ગમે ત્યારે દુશ્મન સાથે લડતા શહીદ થાય છે, નેવીના અધિકારી સ્ટાફ જહાજમાં ફરજ બજાવતા સમયે શહીદ થાય છે અને એરફોર્સમાં ફરજ બજાવતા અધિકારી સ્ટાફ આકાશી દુર્ઘટનામાં શહીદ થતા હોય છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામનો 24 વર્ષીય પાટીદાર યુવક કુલદીપ હરિકૃષ્ણભાઇ પટેલ 2017ના વર્ષમાં ઇન્ડિયન નેવીમાં રડાર મેનેજમાં નોકરી ઉપર લાગ્યો હતો. સૌપ્રથમ ઓરિસ્સા, મુંબઇ અને ગોવા ખાતેની તાલીમ પૂર્ણ કરી મુંબઇના આઇએનએસ બ્રહમપુત્ર યુનીટમાં પોસ્ટીંગ થયુ હતુ. ત્યારે કુલદીપ પોરબંદરથી મુંબઇ જહાજ લઇને જતા સમયે એન્જિનમાં ખામી સર્જાતા એન્જિન રડાર ચાલુ કરવા માટે અંડર ડોરમાં ઉતરતા સમયે પગ લપસી જતા ગંભીર ઇજા પહોચી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્ર્થે ખસેડાયા બાદ યુવક શહીદ થતા ઇન્ડિયન નેવીના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ લીલાપુર ખાતે પરીવારને પણ જાણ કરી હતી. સૌપ્રથમ કુલદીપ શહીદ થયાના વાવડ પરીવાર અને ગામમાં પ્રસરી જતા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ઇન્ડિયન નેવીના સ્ટાફ દ્વારા શહીદ યુવકને લીલાપુર ખાતે સન્માન સાથે લાવી ગાર્ડ ઓફ ઓનર આપી અિંતમ સંસ્કાર કર્યા હતા. યુવકના પિતા હરિકૃષ્ણભાઇ પટેલે જણાવેલ કે મારો દીકરો દેશની સેવા માટે શહીદ થયો છે. એનો મને અને પરિવારને ગર્વ છે સાથે બીજો દીકરો હોત તો એને પણ દેશની સેવા માટે ફરજ ઉપર મોકલી આપત. આમ પિતા સહિતના પરીવારે શહીદ યુવક ઉપર ગર્વ વ્યકત કર્યો હતો. લીલાપુર ગામમાં ઇન્ડિયન નેવીના અધિકારીઓ-સ્ટાફ દ્વારા શહીદ યુવકને ગાર્ડ ઓફ ઓનર અને તમામ સન્માન સાથે કાંધ આપી અંતિમ સંસ્કાર સમયે સન્માન આપ્યુ હતુ. બહેને શહીદ વીરાને અગ્નિદાહ આપ્યો શહીદ ભાઇ કુલદીપના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનગૃહમાં યુવકની બહેન મેઘાબેને અગ્નિદાહ આપી ભાઇની ભૂમિકા ભજવી ભાઇની શહીદી ઉપર બહેને પણ ગર્વ વ્યકત કર્યો હતો. સમગ્ર ગામ હિબકે ચડયું હતું શહીદ કુલદીપના નશ્વર દેહને ઘેરથી સ્મશાન સુધી લઇ જતા સમયે લીલાપુર સહિત આજુબાજુ ગામના મોટીસંખ્યામાં લોકો શહીદની વિરાંજલી યાત્રામાં અંતિમ દર્શન માટે જોડાયા હતા. વંદેમાતરમના નારા ગુંજી ઊઠયા વિરાંજલી યાત્રામાં વંદેમાતરમ….. કુલદીપ તુમ અમર રહો….કુલદીપ તુમ અમર રહોના નારા સાથે આખુ ગામ દેશ ભકિતના નારા સાથે ગુંજી ઊઠયું હતું. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 30, 2021