Extremely heavy rains may fall in South Gujarat, more than h

Extremely heavy rains may fall in South Gujarat, more than half of children get antibodies: ICMR survey | દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે, સ્વામિ. સંપ્રદાયના મહંતે કહ્યું, '2022માં સાવરણો કંઈક તો સાફ કરશે', અડધા કરતાં વધુ બાળકોમાં એન્ટીબોડીઃ ICMRનો સર્વે


Extremely Heavy Rains May Fall In South Gujarat, More Than Half Of Children Get Antibodies: ICMR Survey
મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:દ.ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે કહ્યું, '2022માં સાવરણો કંઈક તો સાફ કરશે', અડધા કરતાં વધુ બાળકોમાં એન્ટિબોડીઃ ICMRનો સર્વે
અમદાવાદ12 કલાક પહેલા
કૉપી લિંક
નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 21 જુલાઈ, અષાઢ સુદ બારશ અને બકરી ઈદ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) દક્ષિણ ગુજરાતમાં અતિભારે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે.
2) બકરી ઈદ નિમિત્તે અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પરથી સવારના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી પાણીનો સ્પેશિયલ પુરવઠો અપાશે.
3) જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટનો પ્રથમ પદવીદાન સમારોહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, '2022માં સાવરણો કંઈક તો સાફ કરશે'
સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટિપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું હતું કે ' દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. એનું તો કામ જ સાફ કરવાનું છે.'
2) ACBની ટ્રેપમાં સૌથી મોટો દલ્લો મળ્યો, ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારી પાસેથી સવાબે કરોડ રોકડા મળ્યા
ACBની ટ્રેપમાં ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સી રંગેહાથ ઝડપાયા છે. ક્લાસ-2 અધિકારી એવા નિપુણ ચોક્સીના રિમાન્ડ દરમિયાન તેમનાં વિવિધ બેંક લોકરોમાં સર્ચ-ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા બે બેન્ક લોકરમાંથી રૂ. 2.27 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
3) પ્રવીણ તોગડિયાએ કહ્યું- 'મેં સાંભળ્યું હતું કે ભારતમાં પાકિસ્તાની એજન્ટની જાસૂસી થાય, શું પ્રવીણ તોગડિયા પાકિસ્તાની એજન્ટ થઈ ગયા?'
ઈઝરાયેલના સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતમાં નેતાઓ અને જાણીતી વ્યકિતઓની જાસૂસી થઈ હોવાની વિગતો સામે આવી છે, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાની પણ જાસૂસી થઈ હોવાનો ખુલાસો થયો છે. તોગડિયાએ કહ્યું કે મેં સાંભળ્યું હતું કે ભારતમાં તો પાકિસ્તાની એજન્ટની જાસૂસી થાય. તો શું પ્રવીણ તોગડિયા પાકિસ્તાની એજન્ટ થઈ ગયા?
4) ત્રીજી લહેરમાં બાળકો સુરક્ષિત, 6-17 વર્ષનાં બાળકો સંક્રમણ સામે જાતે લડી શકે છે, ICMRના સર્વેમાં અડધા કરતાં વધારે બાળકોમાં એન્ટિબોડી
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અનેક રાજ્યોમાં ફરીથી સ્કૂલ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ICMRના ડીજી ડૉ.બલરામ ભાર્ગવે કહ્યું હતું કે શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ ખોલી શકાય છે, કેમ કે નાનાં બાળકોમાં એડલ્ટની તુલનાએ સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે. તેમણે જણાવ્યું હતું કે યુરોપના અનેક દેશોમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રાઈમરી સ્કૂલ શરૂ કરાઈ છે. ત્યારે શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ અને બાદમાં સેકન્ડરી સ્કૂલ ખોલી શકાય છે.
5) પોર્ન કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવાર, 19 જુલાઈની રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથી રયાન થારપને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
6) લોકસભા 22 જુલાઇ સુધી મોકૂફ, PMએ કહ્યું- કોંગ્રેસને પોતાની નહીં, અમારી ચિંતા; ખડગેએ કહ્યું- નોટબંધીની જેમ લોકડાઉન પણ તૈયારી વિના જ કર્યું
જાસૂસી કેસ મામલે હોબાળો મચાવ્યા બાદ લોકસભા 22 જુલાઇ સુધી સ્થગિત કરવામાં આવી છે. ગૃહની કાર્યવાહી પહેલાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં PM મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ દરેક જગ્યાએ ખતમ થઈ રહી છે, પરંતુ તેમને પોતાના કરતાં આપણી ચિંતા વધુ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું- જે રીતે સરકારે કોઈ તૈયારીઓ વિના નોટબંધી કરી તેવી જ રીતે લોકડાઉન લગાવતાં પહેલાં કોઈ તૈયારીઓ કરી ન હતી.
7) દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસે કરી પહેલી સફળ અંતરીક્ષ યાત્રા; 3 યાત્રિક સાથે 11 મિનિટમાં પૂરું કર્યું 105 કિમીનું અંતર
વિશ્વની ટોપ ઈ-કોમર્સ કંપનીઓમાં સામેલ અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અંતરીક્ષની 11 મિનિટની યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. તેઓ ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે લગભગ 6:42 વાગ્યે સ્પેસ ટૂર માટે રવાના થયા હતા. તેમણે ફક્ત 11 મિનિટમાં 105 કિમી અંતર પૂરું કર્યું હતું. તેમની સાથે 3 યાત્રી હતા, જેમાં એક તેમના ભાઈ માર્ક, 82 વર્ષના વેલી ફંક અને 18 વર્ષના ઓલિવર ડેમેન સામેલ હતા.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઈરાકમાં બ્લાસ્ટ:ઈદ પહેલાં બજારમાં આત્મઘાતી હુમલો, 35નાં મોત, 60થી વધુ ઘાયલ; ISએ લીધી હુમલાની જવાબદારી
2) IBએ અલર્ટ આપ્યું, 15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં થઈ શકે છે ડ્રોન હુમલો; આતંકવાદીઓ મોટો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા
3) પાકિસ્તાને ઈમરાનની જાસૂસી કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો, ઇમરાનનો નંબર પેગાસસ યાદીમાં, કહ્યું-વૈશ્વિક મુદ્દો બનાવીશું
4)પેગાસસ ફોન જાસૂસી કેસમાં મોરોક્કોની ગુપ્તચર એજન્સીઓ પર ફ્રાંસના પત્રકારોની જાસૂસી કરાવવાનો આરોપ, ફ્રાંસ સરકારે શરૂ કરી તપાસ
આજનો ઈતિહાસ
વર્ષ 1883માં આજના દિવસે કોલકાતાના સ્ટાર થિયેટરની શરૂઆત થઈ હતી. આ થિયેટરમાં દક્ષ યજ્ઞ નામનું નાટક રજૂ થયું હતું.
અને આજનો સુવિચાર
શિક્ષણ ચોવીસ કલાકની ઉપાસના છે, લગની છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

India , Surat , Gujarat , Iraq , New Delhi , Delhi , Ahmedabad , Gandhinagar , Junagadh , France , Pakistan , Pakistani , Raj Kundra , Temple Mahant , Raj July , Lok Sabha July , Shilpa Shetty , Narsinh Mehta , School Start , Mumbai Crime Branch Bollywood , Bank Rs , International Hindu Council , Etisalat , Court Raj Kundra , Officers , Morning News , South Gujarat , Distribution Station , Clear Surat , India Pakistani , Primary School , Primary School Start , Raj Monday , Raj Main , Rajya Sabha Opposition , Iraq Blaster , Modi Government , Star Start , இந்தியா , சூரத் , குஜராத் , இராக் , புதியது டெல்ஹி , டெல்ஹி , அஹமதாபாத் , காந்திநகர் , ஜுனகத் , பிரான்ஸ் , பாக்கிஸ்தான் , பாக்கிஸ்தானி , ராஜ் குந்த்ரா , லோக் சபா ஜூலை , ஷில்பா ஷெட்டி , னாற்சின்ஹ மேத்தா , பள்ளி தொடங்கு , வங்கி ர்ச் , அதிகாரிகள் , காலை செய்தி , தெற்கு குஜராத் , விநியோகம் நிலையம் , இந்தியா பாக்கிஸ்தானி , ப்ரைமரீ பள்ளி , ராஜ்யா சபா எதிர்ப்பு , மோடி அரசு ,

© 2025 Vimarsana