comparemela.com


કેનેડામાં ગરમીનાં પ્રકોપથી ૭૧૯થી વધુ લોકોનાં મોત
Share
। વેનકુંવર ।
કેનેડામાં ગરમીનાં ભીષણ પ્રકોપને કારણે છેલ્લા એક અઠવાડિયામાં ૭૧૯થી વધુ લોકોનાં મોત થયા છે. મૃત્યુઆંક હજી વધવાની શક્યતા છે. પેસિફિક નોર્થવેસ્ટમાંથી ફૂંકાતા ગરમ પવનોએ આખા દેશમાં કાળઝાળ ગરમીનું વાતાવરણ સર્જ્યું છે. લોકો ગરમીને કારણે ત્રાહિમામ્ પોકારી ગયા છે. ઠંડક મેળવવા માટે એસી તેમજ દરિયા કિનારાનો આશરો લઈ રહ્યા છે. હીટવેવને કારણે બ્રિટિશ કોલંબિયાનાં લિટ્ટનમાં જંગલોમાં આગ ભભૂકી ઊઠી છે દાઝી જવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં ગરમીમાં તાપમાનનો પારો ૪૯.૬ ડિગ્રી સેલ્શિયસે પહોંચ્યો છે. કેનેડાની પશ્ચિમ હીટવેવને કારણે બ્રિટિશ કોલંબિયાનાં લિટ્ટન વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. જેણે ૯૦ ટકા વિસ્તારને ભરડામાં લીધો છે. અહીં અનેક ગામડાઓ આગમાં ખાખ થઈ ગયા છે. કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અસાધારણ ગરમીનો સામનો કરવા દેશની ઇન્સિડન્ટ રિસ્પોન્સ ગ્રૂપની બેઠક યોજીને તાકીદનાં પગલાં લેવા આદેશ આપ્યો છે. ખાસ કરીને બ્રિટિશ કોલંબિયામાં લોકોને મદદ કરવા ફોકસ કરાયું છે.
વાઈલ્ડ ફાયરને કારણે અસહ્ય ગરમીથી બચવા બ્રિટિશ કોલંબિયામાંથી ૧,૦૦૦ લોકો સ્થળાંતર કરીને સલામત સ્થળે જવા લાગ્યા છે. લિટ્ટનમાં વાઈલ્ડ ફાયરને કારણે રવિવારથી મંગળવાર સુધી તાપમાન ઊંચું રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. અહીં સ્થિતિ કાબૂ બહાર છે. ૬,૪૦૦ હેક્ટર વિસ્તારમાં આગની જ્વાળાઓ લપકારા લઈ રહી છે. સ્થિતિ વધુને વધુ બગડી રહી છે. એક તરફ ગરમી અને બીજી તરફ દાવાનળને કારણે કેનેડામાં ભીષણ સંકટ સર્જાયું છે. બ્રિટિશ કોલંબિયામાં આગની ૧૪૩ ઘટનાઓ બની છે જેમાં ૭૭ જેટલી આગ છેલ્લા ૨૪ કલાકમાં લાગી છે. સરકાર દ્વારા એરફોર્સ તેમજ આર્મીની મદદ લેવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Canada ,United Kingdom ,British , ,Canada West ,Prime Minister Justin ,Sunday Tuesday ,Air Force ,கனடா ,ஒன்றுபட்டது கிஂக்டம் ,பிரிட்டிஷ் ,கனடா மேற்கு ,ப்ரைம் அமைச்சர் ஜஸ்டின் ,ஞாயிற்றுக்கிழமை செவ்வாய் ,அேக படை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.