comparemela.com

Card image cap


Rescue Operation Of Youth Second Day After Jump Into The Deep Lake Undera Village Naer Vadodara
રેસ્ક્યૂ ઓપરેશન:'હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું, મમ્મીને સાચવજો' ચિઠ્ઠી લખી તળાવમાં કૂદેલા વડોદરાના પોલીસકર્મીના પુત્રનો મૃતદેહ મળ્યો
વડોદરા21 કલાક પહેલા
કૉપી લિંક
વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આજે બીજા દિવસે શોધખોળ કરતા યુવાનનો મૃતદેહ મળ્યો
પુત્રનો મૃતદેહ મળતા પોલીસ પરિવારમાં આક્રંદ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
વડોદરા શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્રનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત કરવા નીકળેલા 23 વર્ષીય યુવાને "હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો' તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળ્યો હતો અને ઉંડેરા ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી લીધી હતી. તળાવ વરસાદી પાણીથી છલોછલ હોવાથી રાત સુધી પાણીમાં લાપતા યુવાન મળ્યો નહોતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
યુવાને ચપ્પલ કાઢીને તળાવમાં કૂદકો માર્યો
વડોદરા શહેર પોલીસ તંત્રમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. નિરજ પવારે આપઘાત કરવા જતા પૂર્વે "હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું" તેવી ચિઠ્ઠી લખીને સાઇકલ લઇને ઉંડેરા તળાવના કિનારે પહોંચ્યો હતો. અને તળાવના કિનારે ચપ્પલ કાઢીને તળાવમાં કૂદકો માર્યો હતો.
તળાવના કિનારે ચપ્પલ કાઢીને તળાવમાં કૂદકો માર્યો હતો.
પુત્રનો મૃતદેહ મળતા પોલીસ પરિવાર શોકનું મોજુ ફરી વળ્યું
વડોદરા શહેરના પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારને થતાં તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ ટી.પી.-13 ફાયર બ્રિગેડને થતાં સબ ફાયર ઓફિસર અનિરૂદ્ધસિંહ ઝાલા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. તે સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસને તળાવના કિનારેથી તળાવમાં લાપતા થયેલા યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યાં હતા. રાત સુધી યુવાનનો કોઇ પત્તો મળ્યો નહોતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પુત્રનો મૃતદેહ મળતા પોલીસ પરિવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.
યુવાનનો મૃતદેહ મળ્યો
ટી.પી.-13 ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમને ઉંડેરા તળાવમાં એક યુવાન ડૂબી ગયો હોવાનો મેસેજ મળતા જ લાશ્કરો સાથે સ્થળ પર આવી ગયો હતો અને તુરંત જ તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી દીધી હતી. જોકે, રાત સુધી યુવાનનો કોઇ પત્તો મળ્યો નહોતો અને આજે બીજા દિવસે પણ યુવાનની શોધખોળ શરૂ કરી હતી. આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસકર્મીના પુત્રએ ઉંડેરા તળાવમાં પડતું મૂકતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી
CCTVમાં યુવક દિવાળીપુરા સર્કલ સુધી જતો દેખાયો
ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા દિવાળીપુરા CCTVની તપાસ કરતાં નીરજ દિવાળીપુરા સર્કલ સુધી જતાં દેખાય છે, પરંતુ આગળના સીસીટીવીમાં દેખાતો નથી તેમજ તે પોતાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Malta , Vadodara , Gujarat , India , Jhala , Uttar Pradesh , , Lake Vadodara , Vadodara Fire , Village Lake , Neeraj Village Lake , Sub Fire Officer , Ashore Lake , Sub Fire Officer Jhala , மால்டா , வதோதரா , குஜராத் , இந்தியா , ஜாலா , உத்தர் பிரதேஷ் , வதோதரா தீ , கிராமம் ஏரி , துணை தீ அதிகாரி , கரை ஏரி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.