Priyanka Chopra Enjoys A Sunbath In London Wearing A Blue Bikini A Day Before Her Birthday 'દેસી ગર્લ'ની દિલકશ અદા:પ્રિયંકા ચોપરાએ બર્થડેના એક દિવસ પહેલાં બ્લૂ બિકીની પહેરીને લંડનમાં સનબાથની મજા લીધી લંડન12 કલાક પહેલા કૉપી લિંક પ્રિયંકા ચોપરાનો 18 જુલાઈના રોજ 39મો જન્મદિવસ છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો આજે એટલે કે 18 જુલાઈના રોજ 39મો જન્મદિવસ છે. પ્રિયંકા હાલમાં લંડનમાં છે. જન્મદિવસના એક દિવસ પહેલાં પ્રિયંકાએ બિકીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં પ્રિયંકાની સાથે તેનો પેટ ડોગ પાંડા પણ જોવા મળે છે. બ્લૂ બિકીનીમાં પ્રિયંકા પ્રિયંકાએ સો.મીડિયામાં બ્લૂ રંગની બિકીનીની તસવીર શૅર કરી હતી. પ્રિયંકા સ્વિમસૂટ પહેરીને તડકામાં સૂતી હોય છે. તેણે આ બંને તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'એક્સપેક્ટેશન v/s રિયાલિટી.' પહેલી તસવીરમાં પ્રિયંકાના ચહેરા પર કોઈ ભાવ જોવા મળતા નથી અને બીજી તસવીરમાં પ્રિયંકા હસતી જોવા મળે છે. વિમ્બલ્ડનની ફાઇનલમાં જોવા મળી હતી પ્રિયંકા ચોપરા હાલમાં જ વિમ્બલ્ડનની ફાઇનલમાં નતાશા પૂનાવાલા સાથે જોવા મળી હતી. વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રિન્સ વિલિયન તથા કેટ મિડલટન સહિતની જાણીતી હસ્તીઓ આવી હતી. વિમ્બલ્ડનની ફાઇનલમાં નતાશા પૂનાવાલા સાથે વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે પ્રિયંકા ચોપરા 'ટેકસ્ટ ફોર યુ' તથા 'મેટ્રિક્સ 4'માં જોવા મળશે. હાલમાં લંડનમાં પ્રિયંકા રૂસો બ્રધર્સના ડિરેક્શનમાં બનતી ફિલ્મ 'સીટાડેલ'માં કામ કરી રહી છે. ન્યૂ યોર્કમાં રેસ્ટોરાં સોના શરૂ કરી પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્કમાં થોડાં મહિના પહેલાં જ પોતાની રેસ્ટોરાં સોના શરૂ કરી છે. પ્રિયંકાની આ રેસ્ટોરાંમાં ઇન્ડિયન ડિશ મળે છે. પ્રિયંકા થોડાં સમય પહેલાં જ પોતાની આ રેસ્ટોરાંમાં ગઈ હતી. પ્રિયંકાનાં અન્ય બિઝનેસની વાત કરીએ તો તે એક્ટિંગ ઉપરાંત પ્રોડક્શન પણ કરે છે. 'પર્પલ પેબલ્સ પિક્ચર્સ'ના નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. પોતાના આ પ્રોડક્શન હાઉસ હેઠશ પ્રિયંકાએ 'ધ સ્કાય ઈઝ પિંક', 'ધ વ્હાઈટ ટાઈગર', 'વેન્ટિલેટર', 'સર્વન', 'પાહુના', 'ફાયરબેન્ડ', 'પાની' જેવી ફિલ્મ બનાવી છે. પ્રોડક્શન હાઉસ ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ હેર કેર પ્રોડક્ટ 'એનોમેલી' પણ લૉન્ચ કરી છે. હાલમાં જ બુક રિલીઝ કરી પ્રિયંકા ચોપરાએ ફેબ્રુઆરીમાં પોતાની પહેલી બુક 'અનફિનિશ્ડ' રિલીઝ કરી હતી. આ બુકમાં પ્રિયંકા ચોપરાએ નાનપણથી લઈ મિસ વર્લ્ડ અને ફિલ્મ સ્ટાર કેવી રીતે બની તેની વાત કરી છે. અન્ય સમાચારો પણ છે...