Share અમદાવાદમાં જમાલપુર સ્થિત જગદીશ મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રૂટ પર નીકળે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે અંતિમ બેઠકોનો દોર શરૂ થયો છે. આ સંદર્ભમાં આજે શુક્રવારે સાંજે રાજ્યના રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જગદીશ મંદિરમાં રૂબરૂ આવીને મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ લંબાણ ચર્ચા કરી હતી અને રથયાત્રાના પરંપરાગત રૂટ, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને હાંકવા કેટલા ખલાસી ભાઈઓની જરૂર રહેશે તે ઉપરાંત મોટરટ્રક અને અખાડા તથા ભજનમંડળીઓ રથયાત્રામાં સામેલ કરવી કે કેમ તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકના અંતે ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ એમ જણાવ્યું કે, ગૃહમંત્રી પ્રદીપસિંહ સાથેની મંત્રણા ફળદાયી નીવડી છે. આગામી સોમવારથી શરૂ થતા સપ્તાહના પ્રારંભમાં રથયાત્રા અંગેનો આખરી નિર્ણય લેવાઈ જશે જેમાં રાજ્ય સરકારની ગાઇડલાઇનનો પણ સમાવેશ હશે. જેનો મંદિર દ્વારા અમલ કરવામાં આવશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 3, 2021