18થી 44 વર્ષના લોકો વેક્સિન લેવામાં સૌથી આગળ કોરોના મહામારીને સામે દેશભરમાં છેલ્લા સાતેક મહિનાઓથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં 30 જુલાઈનાં રોજ ગુજરાત રસીકરણમાં 2.50 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપનાર ભારતનું ત્રીજું રાજય બની ગયું છે. જાન્યુઆરીથી શરુ થયેલા આ રસીકરણ કાર્યક્રમમાં જુલાઈ મહિનામાં લગભગ 75 લાખ રસીના ડોઝ અપાયા હતા, જે કુલ રસીકરણનાં 22 ટકા છે. ગ્રામિણ વિસ્તારોમાં 26 લાખ ડોઝ 16 દિવસમાં અપાયા છેલ્લા 16 દિવસમાં રાજ્યમાં થયેલા રસીકરણ પર નજર કરીએ તો શહેરી વિસ્તારોની દ્રષ્ટિએ ગ્રામિણ વિસ્તારોમાં વધારે રસીકરણ થયું છે. 19 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 26,78,605 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં 19,40,533 રસીના ડોઝ અપાયા છે. વેક્સિન લેવા મામલે શહેરીજનો કરતા ગ્રામીણ લોકો આગળ નીકળી ગયા છે. જોકે અમદાવાદ શહેરમાં 39,05,261 રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. 3.43 કરોડ વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં અપાયા રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા કુલ વેક્સિનેશનની વાત કરીએ તો, 2351 સરકારી અને 50 પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરોમાં 3,43,29,995 લોકોને વેક્સિન અપાઈ છે. જેમાં 2,59,22,850 લોકોએ પ્રથમ ડોઝ તથા 84,07,145 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. 19 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અપાયેલા ડોઝ તારીખ શહેરી વિસ્તારમાં રસીકરણ 19 જુલાઈ વેક્સિન લેવામાં 18-44 વર્ષના લોકો આગળ કોવિન ડેશબોર્ડ પર ઉપલબ્ધ ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું હતું કે, હજુ સુધીમાં 18-44 વર્ષના સૌથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે. આ સમૂહનાં 10 લોકો પૈકી 4 એ એટલે કે 43 ટકા લોકોએ રસી લઈ લીધી છે. જો કે બંને ડોઝ લીધેલા લોકોમાં વરિષ્ઠ નાગરિકો જ આગળ છે. 18થી 44 વર્ષના યુવાઓમાં 1,50,46,975 ડોઝ અપાયા છે. જ્યારે 45થી 60 વયજૂથના લોકોને 1,12,02,428 ડોઝ અપાયા છે. અને 60થી વધુના વર્ષના લોકોને રસીના 80,80,592 ડોઝ અપાયા છે. આ તસવીર પ્રતિકાત્મક છે કોવિશિલ્ડ રસીના સૌથી વધુ ડોઝ અપાયા રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની રસીના અપાયેલા 3.43 કરોડ ડોઝમાંથી 3.06 કરોડ ડોઝ કોવિશિલ્ડ વેક્સિનના અપાયા છે. જ્યારે 37.05 લાખ ડોઝ કોવેક્સિન રસીના આપવામાં આવ્યા છે. જ્યારે 11,072 ડોઝ રશિયન સ્પુતનિક-V રસીના આપવામાં આવેલા છે. અન્ય સમાચારો પણ છે...