Share પોર્ન મુવી કેસમાં મુંબઇ પોલીસે બુધવાર સાંજે રાજ કુંદ્રાની મુંબઇ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને બીજા કેટલાંક સ્થળો પર દરોડા પાડ્યા. આ દરમ્યાન પોલીસે કુંદ્રાની ઓફિસમાં લાગેલા કેટલાંક કોમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક અને સર્વરને સીઝ કરી દીધા. કહેવાય છે કે અહીંથી વી ટ્રાન્સફર દ્વારા પોર્ન વીડિયોને અપલોડ કરાતા હતા. આ સિવાય બીજા કેટલાંક કાગળિયા પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે કુંદ્રાના એક આઇફોન અને લેપટોપને પણ જપ્ત કરી લીધા છે. તેના તપાસવા માટે ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. મુંબઇ પોલીસ ટૂંક સમયમાં જ આ મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે. કુંદ્રા 23 જુલાઇ સુધી કસ્ટડીમાં છે. આ સિવાય તેમના બનેવી પ્રદીપ બખ્શીની વિરૂદ્ધ પણ ‘લુકઆઉટ’ નોટિસ રજૂ કરાઇ છે. મુંબઇ પોલીસના મતે બખ્શી આ કેસમાં સહ અભિયુકત છે. બખ્શી ‘હોટસ્પોટ’ એપનું નિર્માણ કરનાર કેનરીન કંપનીના કો-ઓનર છે. પોર્ન એપ મેનેજર કરવાના દર મહિને 3-4 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી તપાસમાં સામે આવ્યું છે કે કુંદ્રાએ ‘હોટશોટ’ એપને મેન્ટેન કરવા માટે પ્રતિકેશ અને ઇશ્વર નામના બે કર્મચારીઓને વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેરોલ પર રાખ્યા હતા. કેનરીન કંપનીના ‘હોટશોટ’ એપને મેનેજ અને મેંટેન કરવા માટે ‘વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ એટલે કે રાજની કંપનીને દર મહિને 3-4 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. 1 દિવસમાં 10 લાખથી વધુ કમાતો હતો કુંદ્રા પોર્ન ફિલ્મ રેકેટમાં ધરપકડ કરાયેલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડ બાદ બીજો એક નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજ કુંદ્રાને એક દિવસમાં કેટલીય વખત 10 લાખથી વધુની કમાણી થઇ છે. પોર્ન ફિલ્મ બનાવવા અને ઓનલાઇન એપ દ્વારા પબ્લિશ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ કુંદ્રા હાલ 23 જુલાઇ સુધી મુંબઇ પોલીસની કસ્ટડીમાં છે. તેમના બેન્ક ખાતાની કેટલીક ડિટેલ સાર્વજનિક થઇ છે. તેના એનાલિસિસ પરથી એ ખબર પડી કે કુંદ્રાની કંપનીને એક દિવસમાં 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી એક દિવસમાં કરતી હતી. ગયા વર્ષે કુંદ્રાએ આવી રીતે કરી કમાણી 22 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા આવ્યા 25 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા આવ્યા 26 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા આવ્યા 28 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 50,000 રૂપિયા આવ્યા 3 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા આવ્યા 10 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા આવ્યા 13 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા આવ્યા 20 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા આવ્યા 23 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 95 હજાર રૂપિયા આવ્યા 3 ફેબ્રુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા આવ્યા 4 ફેબ્રુઆરી 2021ના રોજ પોલીસે દરોડા પાડીને આ કેસનો ભાંડાફોડ કર્યો હતો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 21, 2021