Muddy Factory Owner Thrown Out Of Moving Car, Police Launch Probe Based On CCTV Of Hotels On Highway રાજકોટમાં કારખાનેદારની હત્યા:મવડીમાં મહિકાના પાટિયા નજીકથી ચાલુ કારમાંથી વ્યક્તિને ફેંકતા માથામાં ઇજા, સારવાર મળે તે પહેલાં એમ્બ્યુલન્સમાં જ મોત, ત્રણ શખ્સની શોધખોળ રાજકોટ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર આજી ડેમ ચોકડીથી આગળ એક ફાર્મહાઉસ પાસે કારખાનેદાર અને ત્રણ શખ્સ ગાળાગાળી કરતા હતા પોલીસે હોટેલના CCTVના આધારે તપાસ શરૂ કરી ચાની હોટેલના માલિકે ગાળો બોલવાની ના પાડતા ચારેય કારમાં બેઠા કાર હોટેલથી 150 મીટર દૂર પહોંચી ત્યારે કારમાંથી ફેંકી દઈ ત્રણ શખ્સ ત્રંબા તરફ ભાગી છૂટ્યા રાજકોટના મવડી પ્લોટ વિસ્તારની પરમેશ્વર સોસાયટીમાં રહેતા કારખાનેદારની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. મહિકાના પાટિયા નજીક કારખાનેદારને ચાલુ કારમાંથી ફેંકી દઇ ત્રણ હત્યારાઓ નાસી છૂટ્યા હતા. પૈસાના મુદ્દે કારખાનેદારની હત્યા થયાની માહિતી મળતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટિયા નજીક એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં પડી હોવાની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને તે વ્યક્તિને એમ્બ્યુલન્સમાં સુવડાવી હોસ્પિટલમાં ખસેડ્યા હતા હોસ્પિટલમાં ખસેડતા પહેલાં જ મોત ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વ્યક્તિએ પોતે મવડી વિસ્તારની પરમેશ્વર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ ભીખાભાઇ સાવલિયા (ઉ.વ.42) હોવાનું અને તેના બનેવીના મોબાઇલ નંબર 108ના સ્ટાફને આપ્યા હતા. કિશોરભાઇને હોસ્પિટલમાં ખસેડાયા તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે.ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી. રહસ્યમય સંજોગોમાં કિશોરભાઇને ઇજા થઇ હોય પોલીસની ટીમ ઘટનાસ્થળ મહિકાના પાટિયે પહોંચી હતી, પોલીસે સ્થળ પર હાજર લોકોની પૃચ્છા કરતાં સનસનીખેજ વિગતો બહાર આવી હતી. પ્રતિકાત્મક તસવીર ચાર લોકો વચ્ચે પૈસા મામલે તકરાર થઈ હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશોરભાઇ વાવડીમાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવે છે, બપોરે કોઇ કામ સબબ જતા હોવાનું કહીને કારખાનેથી નીકળ્યા હતા, ત્યારબાદ આજી ડેમ નજીક લક્કીરાજ ફાર્મહાઉસ પાસે આવેલી ચાની હોટેલે કિશોરભાઇ અને અન્ય ત્રણ લોકો વચ્ચે પૈસાના મુદ્દે તકરાર થઇ હતી, ચારેય લોકો વચ્ચે ગાળાગાળી થતાં ચાની હોટેલના સંચાલકોએ ગાળો બોલવાની ના કહેતા ચારેય લોકો સફેદ રંગની કારમાં બેસીને ત્રંબા તરફ આગળ વધ્યા હતા. ફંગોળાયેલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા ચાની હોટેલથી 150 મીટર જ દૂર મહિકાના પાટિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે કાર પહોંચી હતી ત્યારે કારમાં બેઠેલા ત્રણ શખ્સે ચાલુ કારે કિશોરભાઇનો ઘા કરી દીધો હતો. કારમાંથી ફંગોળાયેલા કિશોરભાઇને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. મંગળવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે, જોકે જે સંજોગોમાં કિશોરભાઇનું મોત નીપજ્યું હતું, અને પોલીસને જે માહિતી મળી હતી તે મુજબ પૈસાના મુદ્દે કિશોરભાઇની કારમાંથી ફેંકીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી પોલીસે કારમાં નાસી છૂટેલા ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. કિશોરભાઇને ચાલુ કારમાંથી ફેંકી દેવાયા ત્યારે ત્યાં હાજર અને આ ઘટનાને નજરે નિહાળનારા લોકોના પણ પોલીસે નિવેદનો નોંધી હત્યારાઓની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. એક મિનિટ પહેલા જ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ થયા કારખાનેદારની ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળની સામે જ આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે કિશોરભાઇને કારમાંથી ફેંકી દેવાયા તેની એક મિનિટ પહેલા જ લાઇટ જતાં પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ થઇ ગયા હતા, અને બે મિનિટ બાદ લાઇટ આવતા કેમેરા ચાલુ થઇ ગયા હતા, પોલીસે પેટ્રોલ પંપના ફૂટેજ કબજે કર્યા હતા તેમજ તે વિસ્તારમાં આવેલા અન્ય કેમેરાના ફૂટેજ પણ કબજે કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયા બાદ સાચી હકીકત બહાર આવશે મવડીમાં રહેતા કિશોરભાઈ ભીખાભાઈ સાવલિયાનું કારમાંથી ફંગોળાયા બાદ મોત થયું હતું. આ મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તેમજ હોટેલ સંચાલકની પ્રાથમિક તપાસમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે રાજકોટ પોલીસે કિશોરભાઈનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કર્યું છે. નિષ્ણાંતોની ટીમ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના મોતનું સાચુ કારણ જાહેર કરશે. કિશોરભાઇને ચાલુ કારમાંથી ફેંકી દેવાયા ત્યારે ત્યાં હાજર અને આ ઘટનાને નજરે નિહાળનારા લોકોના પણ પોલીસે નિવેદનો નોંધી હત્યારાઓની ભાળ મેળવવા ટીમ રવાના કરી છે. અન્ય સમાચારો પણ છે...