Karnataka CM Yeddyurappa Rejects Bengal Governor's Offer, Resigns After July 26 On His Own Terms ભાસ્કર એક્સક્લૂસિવ:કર્ણાટકના CM યેદિયુરપ્પાએ બંગાળના રાજ્યપાલ પદની ઓફર ઠુકરાવી, પોતાની શરતો પર 26 જુલાઈ પછી આપશે રાજીનામુ નવી દિલ્હી14 કલાક પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી કૉપી લિંક યેદિયુરપ્પા 16 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ફરી જેલમાં જવાના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ તેમનાથી નારાજ કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ 16 જુલાઈએ દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી. જોકે આ ચર્ચા થવા પાછળ અન્ય કારણો પણ છે. જેમ કે યેદિયુરપ્પાની ઉંમર, કર્ણાટકના નવા નેતા અને જુના સંઘી બી એલ સંતોષની યેદિયુરપ્પાને લઈને નારાજગી અને સાંસદ શોભા કરંદલાજેનું મોદી કેબિનેટમાં સામેલ થવું. યેદિયુરપ્પાના કેમ્પમાં સક્રિય શોભાનું કેન્દ્રમાં મંત્રી બનવું એક મોટો સંકેત છે. સૂત્રોનું માનીએ તો યેદિયુરપ્પાએ પોતે જ રાજીનામાની વાત મુકી છે, જોકે તેની પાછળ એક ફરિયાદ પણ છે. દિલ્હીના રાજકારણમાં સક્રિય કર્ણાટકના કેટલાકે નેતા યેદિયુરપ્પાની કેબિનેટમાં કેટલાક લોકોને સતત સક્રિય રાખવાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ લોકો યેદિયુરપ્પાને સતત ટાર્ગેટ પર રાખે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીના નેતાઓએ યેદિયુરપ્પાને હાલ થોડા વધુ સમય પદ પર રહેવા દેવાનો ભરોસો પણ આપ્યો છે, જોકે યેદિ તેમની ખુશીને વધુ સમય સુધી જાળવી શકશે નહિ. યેદિયુરપ્પાએ કહ્યું- કર્ણાટકના વિકાસ પર વાતચીત થઈ CM યેદિયુરપ્પાએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા. પછી તેમનો શુર બદલાઈ ગયો, તેમણે સ્પષ્ટ કહ્યું હાલ રાજીનામાનો સવાલ નથી. શુક્રવારે મેં વડાપ્રધાન સાથે મુલાકાત અને અમે રાજ્યના વિકાસ અંગે વિગતે ચર્ચા કરી. જોકે રાજકારણના જુના ખેલાડી યેદી જાણે છે કે હવે થોડીક જ ઓવર બાકી છે. દિલ્હીમાં થયેલી દુર્ઘટના તો એ વાતનો ચિતાર આપે છે કે પીચ પરથી હટવાનું બાકી છે. સવાલ બસ થોડા સમયન છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાઈકમાન તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે તે 26 જુલાઈએ પોતાના 2 વર્ષના શાસનની ઉજવણી કરી શકે છે. બંગાળના રાજ્યપાલ પદની ઓફર ન સ્વીકારી સૂત્રોનું માનીએ તો યેદિયુરપ્પાને પશ્ચિમ બંગાળમાં ગવર્નર પદની ઓફર કરવામાં આવી, જોકે યેદિયુરપ્પાએ વડાપ્રધાન મોદીને સ્પષ્ટ કહ્યું કે તમને લાગે તો રાજીનામુ લાઈ લો પરંતુ પશ્ચિમ બંગાળમાં ગવર્નરનું પદ સ્વીકાર્ય નથી. જોકે યેદિયુરપ્પા કર્ણાટકના રાજકારણમાંથી ત્યાં સુધી નિવૃત થવા માંગતા નથી, જ્યાં સુધી તેમના પુત્રને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર ન કરાય. ભાજપની પાસે કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ નથી કર્ણાટકમાં 2023માં વિધાનસભા ચૂંટણી થવાની છે. સવાલ એ છે કે માર્ગદર્શકની ઉંમરમાં યેદીને ભાજપના CM શાં માટે બનાવવામાં આવ્યા છે? 78 વર્ષીય યેદિયુરપ્પાનો વિકલ્પ હાલ ભાજપ પાસે નથી. યેદિ લિંગાયત જાતિના કદાવર નેતા છે. તે કર્ણાટકના રજકારણમાં ધુરધંર છે. હાલ તેમના કદના નેતા કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી પાસે નથી. એ રીતે જોઈએ તો પણ જો ભાજપ તેમને પદ પરથી હટાવીને બીજા કોઈને મુખ્યમંત્રી બનાવે છે તો પણ યેદિયુરપ્પાના સમર્થનની જરૂર પડશે. યેદિયુરપ્પા પહેલા જ જોઈ ચુક્યા છે તેમની રાજકીય હેસિયત યેદિયુરપ્પાએ 31 જુલાઈ 2011ના રોજ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેમણે 30 નવેમ્બર 2012ના રોજ કર્ણાટક જનતા પક્ષ નામની પોતાની પાર્ટી બનાવી હતી. યેદિયુરપ્પાના આ પગલા પાછળ લોકાયુક્ત દ્વારા ગેરકાયદેસર રીતે ખાણોના ખોદકામના મામલાની તપાસ હતી. આ તપાસમાં યેદિયુરપ્પાનું નામ ખુલ્યુ હતું. તેનુ નુકસાન ભાજપે ઉઠાવવું પડ્યું હતું. 2014માં યેદિયુરપ્પા ફરી ભાજપમાં સામેલ થયા. ભાજપના સંઘી નેતા યેદિયુરપ્પાને પસંદ કરતા નથી કર્ણાટકમાં ગેરકાયદેસર ખાણોના ખોદકામના મામલામાં લોકાયુક્ત તપાસમાં યેદિયુરપ્પાનું નામ આવવા અને પછી ફરી જેલમાં જવાના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમનાથી નારાજ હતો. યેદિયુરપ્પા સંઘના જુના કાર્યકર્તા છે. તેના કારણે ભાજપના સંઘી નેતાઓ જે કર્ણાટકમાંથી આવે છે તે યેદિયુરપ્પાને પસંદ કરતા નથી. સંઘને કર્ણાટકમાં વારંવાર આ ડાધનો સામનો કરવો પડે છે. ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી બી એલ સંતોષ પણ સંઘના જુના કાર્યકર્તા છે. બી એલ સંતોષ અને યેદિયુરપ્પા વચ્ચેની ખેંચતાણ જગજાહેર છે. સાંસદ તેજસ્વી સૂર્યા, સંતોષના ખાસ છે અને યેદિયુરપ્પાની વિરુદ્ધ મોરચો ખોલી બેઠા છે. યેદીયુરપ્પા નહિ તો કોણ બનશે કર્ણાટકના નવા CM? મુખ્યમંત્રીની રેસમાં સૌથી પહેલુ નામ હુબલી ઘારવાડ પશ્ચિમ સીટમાંથી ધારાસભ્ય અરવિંદ બેલ્લાડનું છે તો બીજુ નામ કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારનું છે. હાલ શેટ્ટાર હુબલી ગ્રામીણ સીટ પરથી ધારાસભ્ય છે. આ રેસમાં ત્રીજુ નામ બિલગી વિધાનસભા સીટ પરથી ત્રણ વખત ધારાસભ્ય રહેલા કર્ણાટક સરકારમાં ખાણ અને ભૂવિજ્ઞાન મંત્રી મુર્ગેશ નિરાનું છે. ચોથુ નામ બસવરાજ બોમ્માઈનું છે. લિંગાયત નેતા હાલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ અફેર્સ છે. અટકળોની વચ્ચે પ્રહલાદ જોશીને માનવામાં આવી રહ્યાં છે ડાર્ક હોર્સ રાજકીય અટકળોની વચ્ચે પ્રહલાદ જોશીએ ડાર્ક હોર્સ માનવામાં આવી રહ્યાં છે. પ્રહલાદ જોશી ધારવાડથી સાંસદ છે. કેન્દ્રમાં સંસદીય કાર્ય મંત્રી છે. પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણી પછી કર્ણાટકમાં મોટી જીતનું ઈનામ મળ્યું અને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા. જોશી બ્રાહ્મણ ચેહેરો છે અને બિન લિંગાયત છે. આ કારણે તેમનું નામ જાતિવાદી રાજકારણમાં ચર્ચામાં આવી રહ્યું છે. યેદિયુરપ્પાની દિલ્હીમાં આલાકમાન સાથેની મુલાકાતે તેમને નાનુ સમય દાન આપ્યું છે. રાજકારણમાં બે સપ્તાહ ઘણા કહેવાય છે. હવે જોવાનું એ રહ્યું કે યેદિયુરપ્પા ઓગસ્ટમાં પોતાને માર્ગદર્શક મંડળમાં જવાથી કઈ રીતે રોકે છે. અન્ય સમાચારો પણ છે...