Share કોરોના વાયરસ મહામારીના મેનેજમેન્ટને લઇને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને સીએમ યોગીની પ્રશંસા કરી છે. કોરોનાને રોકવા માટે યુપીના સીએમ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓ ઑસ્ટ્રેલિયાના સાંસદને એટલા પસંદ આવી ગયા કે તેમણે સીએમ યોગીને ઑસ્ટ્રેલિયાની મદદ માટે માંગ્યા છે. ક્રેગ કેલીએ 10 જુલાઈના પોતાના ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટ કર્યું જે ઘણું જ વાયરલ થઈ રહ્યું છે. ક્રેગને યુપીનું કોરોના વાયરસ મૉડલ એટલું પસંદ આવી ગયું કે તેઓ સોશિયલ મીડિયા પર સીએમ યોગીની પ્રશંસા કરવાથી ખુદને રોકી ના શક્યા. તેમણે લખ્યું કે, ‘ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશ…શું કોઈ રસ્તો છે જેનાથી અમને તમારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેટલાક દિવસ માટે આપી શકો, જેનાથી તેઓ આઇવરમેક્ટિન (દવા)ની તંગીથી અમને બહાર નીકાળી શકે, જેના કારણે અમારા રાજ્યમાં નિરાશાજનક સ્થિતિ પેદા થઈ ગઈ છે.’ The Indian state of Uttar Pradesh ���������������� Any chance they could loan us their Chief Minister Yogi Adityanath to release the Ivermectin sort out the mess our hopelessly incompetent State Premiers have created તેમણે જે ટ્વીટના જવાબમાં આ લખ્યું છે, તેમાં જે ચાઇમીએ ડેટા શેર કર્યો છે. જે ચાઇમીએ ડેટા શેર કરતા લખ્યું છે, ‘છેલ્લા 30 દિવસમાં. ભારતની 17 ટકા વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2.5 ટકા મોતના કેસ રહ્યા અને એક ટકાથી પણ ઓછા કોરોનાના કેસ રહ્યા. મહારાષ્ટ્રમાં ભારતની 9 ટકા વસ્તી છે અને અહીં 18 ટકા કોરોનાના કેસ રહ્યા અને કુલ મોતનો 50 ટકા આંકડો અહીંથી રહ્યો છે. મહારાષ્ટ્ર ભારતનું ફાર્મા હબ છે અને યુપી આઇવરમેક્ટિનના ઉપયોગમાં ચેમ્પિયન.’ ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા અત્યારે પણ કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31 હજાર કોરોના કેસ આવ્યા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 16376 Views 15352 Views 12688 Views 10028 Views