Introducing Jim Corbett National Park and playing the tiger'

Introducing Jim Corbett National Park and playing the tiger's tricks | જિમ કોર્બેટ નેશનલ પાર્કનાં ઢીકાલાનો પરિચય અને વાઘની કરામતોનો દિલધડક ખેલ... વાતાવરણ ભય પ્રેરે એવું છતાં જગ્યા છોડવાનું મન નહીં થાય


Introducing Jim Corbett National Park And Playing The Tiger's Tricks
એક્સપ્લોર ઇન્ડિયા:જિમ કોર્બેટ નેશનલ પાર્કનાં ઢીકાલાનો પરિચય અને વાઘની કરામતોનો દિલધડક ખેલ... વાતાવરણ ભય પ્રેરે એવું છતાં જગ્યા છોડવાનું મન નહીં થાય
2 દિવસ પહેલા
કૉપી લિંક
ઉત્તરાખંડમાં આવેલા વિખ્યાત ‘જિમ કોર્બેટ નેશનલ પાર્ક’માં બીજા દિવસે સવારે ધનગઢી ગેટથી ઢીકાલા FRH માટે મારા ડ્રાઈવર કલીમ સાથે એન્ટ્રી લીધી. જે મુખ્ય માર્ગથી 36 કિમી જંગલની અંદર આવેલા જિમ કોર્બેટ નેશનલ પાર્કનો મુખ્ય હિસ્સો છે. અહીં જંગલ વિભાગ તરફથી રહેવાની સુવિધા મળે એવું જૂનું, ખૂબ જ ઓછી સવલતોવાળું અંગ્રેજોએ જ બનાવેલું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે. કોઈપણ જાતની ભૌતિક સુખ સુવિધા વિના રામગંગા નદીના કિનારે આવેલાં આ સ્થળની સરખામણી લગભગ દુનિયાની બીજી કોઈ જ જગ્યા ન કરી શકે. જેમ-જેમ જિપ્સી આગળ વધી રહી છે એમ હું સાલનાં ગગનચુંબી વૃક્ષોમાં જાણે પોતાના અસ્તિત્વને ઓગળતું અનુભવી રહ્યો છું. મારી જમણી તરફ રામગંગા નદી કિનારે સફેદ શિલાઓ અને નાના ગોળ પથ્થરો પરથી નિર્મળ પાણીનો પ્રવાહ મારી નજરને ત્યાં જ સ્થિર કરી રહ્યો છે અને એનો મધુર રવ ચાલુ જિપ્સીએ પણ સ્પષ્ટપણે સાંભળી શકું છું. સૂર્યપ્રકાશ સાલનાં વૃક્ષોમાંથી ચાળણી માફક ગળાઈને ક્યાંક-કયાંક મારી પીઠ કે ચહેરા પર પ્રેમાળ હાથ પસવારી રહ્યો હોય એવું હું અનુભવી રહ્યો છું. ઢીકાલા સુધીની આ મુસાફરી એ કોર્બેટ નેશનલ પાર્કના ઘણા બધા અનુભવોમાંથી સર્વશ્રેષ્ઠ અનુભવ કહી શકાય. ઢીકાલાનું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ રામગંગા નદી કિનારે એક પહાડી ઉપર બનાવેલી જગ્યા છે, જે ઊંચાં ઘાસનાં મેદાનોથી ઘેરાયેલી છે. આ ઘાસિયા મેદાનોમાં ઉનાળામાં અહીંયા હાથીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે એટલે જ આ જગ્યાને હાથીઓનો ગઢ પણ કહેવાય છે. ઘાસની ઊંચાઈમાં હાથી સંતાઈ શકે, વાઘ સંતાઈને શિકાર કરી શકે એટલી બધી હોય છે.
જંગલમાં વાઘના અવનવા કરતબો
ઢીકાલા રેસ્ટ હાઉસમાં ચેક-ઇન કરી, માહોલને માણીને બપોરે સફારીનો સમય થતાં અમે સીધા પાર વિસ્તાર માટે નીકળ્યા. જિમ કોર્બેટ નેશનલ પાર્કના ઢીકાલા ઝોનમાં રામગંગા નદીના સામે કાંઠે ગજ્જબનું આકર્ષણ છે. આ વર્ષે નેશનલ પાર્કની મુલાકાત લેનારા તમામ લોકો ઢીકાલામાં જ સફારી મળે એવી અપેક્ષા રાખે છે એનું એક માત્ર કારણ છે સેલિબ્રિટી ટાઇગ્રેસ ‘પારો’ અને એનાં ત્રણ બચ્ચાંઓ જે હવે પુખ્ત થઇ ગયાં છે અને જંગલમાં એમના અવનવા કરતબો દેખાડી રહ્યા છે. આમ જોવા જઈએ તો પારોનું આ ત્રીજું લિટરિંગ છે. આના પહેલા બે લિટરિંગના બચ્ચાઓને એ કુદરતી સંજોગો સામે બચાવી નહોતી શકી અને એ જ બે લિટરિંગ ના બચાવી શકવાના કારણે ધીરજ, જંગલની કરુણ વાસ્તવિકતા, ગમે તેવી વિકટ પરિસ્થતિઓ સામે ટકી રહેવાની અલગ અલગ પદ્ધતિઓને અનુભવના આધારે વિકસાવીને આ ત્રણે બચ્ચાંઓનો સફળ ઉછેર કરીને સહુના આશ્ચર્ય વચ્ચે જંગલમાં કોઈ પણ પરિસ્થિતિ સામે ટકી શકે એવા સમર્થ બનાવીને આજે એમનું સુપરવિઝન કરી રહી છે. રોજે સવાર સાંજ પારો અને એનાં બચ્ચાંઓ કંઈકને કંઈક નવું કૌતુક લઈને હાજર હોય છે. બપોરનો સમય અને આત્મવિશ્વાસ સહ આજે પારોના બચ્ચાની એક ઝલક માત્ર મળી જાય તો પણ ફેરો સફળ થઇ જાય એમ ધારીને રામગંગાને પેલે પાર જિપ્સી લેવડાવી. ડ્રાઈવર આજે વધારે આત્મવિશ્વાસુ હતો કારણ કે છેલ્લા ચાર-પાંચ દિવસથી બચ્ચાંઓ બહાર દેખાયાં જ નથી એટલી એની ધારણા મુજબ બચ્ચાંઓ આજે નદી કિનારે આવવા જ જોઈએ કે કારણ કે, જો શિકાર કર્યો હશે તો પાણીની જરૂર પડશે જ અને પાણી માત્ર બે-ત્રણ જગ્યાએ સરળ રીતે મળી શકે એમ હતું. એક રામગંગાનો નીચલો પટ, બીજી ભાંગવાળી હાઈ બેંક અને ત્રીજી જામુનનાળા. અમે જામુનનાળા પર લગભગ અડધો કલાક જેટલી રાહ જોઈ પણ કોઈ હરણ કે વાંદરાનો કોલ કે કોઈ જ અણસાર નહોતો. વાઘ ક્યાં વિહરતો હશે એનો ચોક્કસ અંદાજ મેળવવાની મુખ્ય બે જ રીતો છે. એક રીત જમીન પર ધૂળમાં પડેલાં વાઘના પગનાં નિશાન જેને પગમાર્ક તરીકે ઓળખાય છે અને બીજી રીત જંગલના અન્ય પ્રાણીઓની વર્તણૂક - એમાંય ખાસ તો સાબર, વાંદરાઓ અને ચિત્તલના ચેતવણીસૂચક અલાર્મ કોલ્સ. કુદરતે ખૂબ જ સરસ રીતે ગોઠવણ કરી છે કે દરેક પ્રાણી એકબીજાની મદદ લઈને સચેત રહીને પોતાની જાતને વાઘનો શિકાર થતાં અટકાવી શકે. વાંદરાઓ ઊંચેથી દૂર સુધીનું જોઈ શકે એટલે એમની નજરમાં વાઘ કે દીપડો આવે કે તરત જ એ ટોચ પર જઈને કોલ આપીને સાબર અને ચિત્તલને ચેતવે એ જ રીતે સાબરની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય પણ તેમની નજર જરાક નબળી હોય, તેઓ દીપડો કે વાઘને આવતો પારખીને વાંદરાને તથા અન્ય પ્રાણીઓને ચેતવી દે. આ જ કોલની દિશામાં અમે વાઘને જોવા માટે જઈએ અને મોટાભાગે વાઘની હાજરી ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય.
વાઘની લડાઈનો દિલધડક ખેલ
જૂની ફોરેસ્ટ ચોકી પાસે ચક્કર મારીને ભાંગવાળી હાઈ-બેંક પહોંચ્યા. (ત્યાં ખરેખર ભાંગના અસંખ્ય છોડ છે) લગભગ કેમેરા સેટ થઇ શકે એટલો પણ સમય આપ્યા વગર ત્રણે બચ્ચાંઓ ઝાડી ઝાંખરાંઓમાંથી સીધા જ જિપ્સીની સામે, જેને અમે અવાચક બનીને જોઈએ રહ્યા. બચ્ચાંઓ લેન્ટનાની પાછળ એ રીતે ઊભા રહી ગયા કે હકથી રસ્તો માગી રહ્યાં હોય પણ જિપ્સીના બીજા ડ્રાઈવર્સ કંઇક વિચારીને કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં ત્રણે બચ્ચાંઓએ યુ ટર્ન લઈને સીધા જ એક પછી એક પાણીમાં ઉતરવા લાગ્યાં. પ્રથમ બે બચ્ચાંઓ સૌથી પહેલાં પાણીમાં એકબીજા સાથે ગેલ ગમ્મત કરતાં સામા કિનારે પહોંચી ગયાં, જેમાંથી એક ઘાસમાં ગરકાવ થઇ ગયું અને એક સામા કિનારે ત્રીજા બચ્ચાની રાહ જોતું બેસી રહ્યું અને પછી શરૂ થયો દિલધડક ખેલ. મેં મારા જીવનમાં પહેલી વખત આટલો અદભુત નજારો જોયો હશે. પાણીમાં રહેલું બચ્ચું કિનારે પહોંચે એ પહેલાં જ બીજાએ એને આંતર્યું અને પહેલું બચ્ચું એનો મૂડ પારખીને જ પાછું પાણીમાં ભાગ્યું. રામગંગા કિનારે લગભગ ચૌદ મહિનાની ત્રણે વાઘણની પહેલી મોક ફાઇટ પૈકી પહેલા બે બચ્ચાંઓ વચ્ચે શરૂ થઇ અને ત્રીજું હજી ક્યાંક ઊંચા ઘાસમાં હતું, ચોતરફ કેમેરા શટરનો અવાજ અને લગભગ ત્રણ મિનિટમાં બંને શાંત થઈને પાછા કિનારે પહોંચ્યાં. દિલધડક મોકફાઈટના પહેલા સેશન પછી તરત જ બે બચ્ચાંઓ ઘાસમાં ગાયબ થઇ ગયાં અને એક રામગંગાના કિનારે પોતાના વિસ્તારનું દૂર સુધી અવલોકન કરી રહી હોય એમ ઘાસમાં બેસીને દૂર સુધી નિહાળી રહી. ના તો એને કેમેરાના અવાજથી કોઈ નિસ્બત હતી કે ના તો એને અમારી હાજરીની કોઈપણ જાતની પરવા. એની આંખો જાણે કંઇક કહી રહી હોય એવું દેખાતું હતું. આસપાસ સૂકા ભાંગના છોડવાઓ, લહેરાતું સોનેરી ઘાસ, ઉડાઉડ કરતા પક્ષીઓ, દૂર જંગલમાંથી આવતો હરણનો ચેતવણીસૂચક કોલ, રામગંગાના વહેતા પાણીનું સંગીત અને અચાનક જ સંભળાઈ જતી વાઘની ત્રાડ વગેરે અહીંના વાતાવરણને ભય પ્રેરે તેવું છતાં છોડીને જવાનું મન ન થાય એવું બનાવી રહ્યું હતું.
એડવર્ડ જેમ્સ જિમ કોર્બેટ આ જંગલની પગદંડીઓ પર વર્ષો સુધી ચાલ્યા છે, આ નદીઓ ઓળંગીને વગડા સાથે ખરી મિત્રતા કરી અને જીવી જાણી છે એવું વિચારતાં જ એમના પર પણ ઇર્ષાના ભાવ ઉત્પન્ન થાય કે કુદરત કેટલીક વ્યક્તિઓને વધારે જ લાડ લડાવે છે. હવે પાછું એક બચ્ચું અચાનક બીજા સાથે મસ્તીના મૂડમાં આવી જાય છે અને એકબીજા સાથે ગમ્મતનો ખેલ શરૂ કરે છે, જે આપણને જોતા તો ભયાવહ જ લાગે. હજી તો સ્તબ્ધતામાંથી જાગીએ ત્યાં જ અચાનક ત્રીજાએ ઘાસમાંથી આ બંનેને આંતર્યા અને ઊંચા ઘાસમાં જ મોકફાઈટનો દિલધડક બીજો દોર શરૂ થયો. ઊંચા ઘાસમાં ક્યાંકથી જાણે આગની લપેટો નીકળતી હોય એ રીતે ત્રણે વાઘ હવામાં આખા જ ઊંચે ઊછળતા એ સાથે જ કેમેરાના શટર જાણે એક લયમાં ધૂનની જેમ સંભળાતા અને ‘વાઉ’, ‘ઓહ’, ‘ઓએમજી’ કે ‘આહ’ જેવા અવાજો એકસાથે સંભળાતા, પણ છેલ્લે તો કોઈને કેમેરામાં પણ કશું જ હાથ ન લાગ્યું હોય કારણ કે, એમની ત્વરા કેમેરાની ત્વરા કરતા ક્યાંય વધારે હતી, એકાદ સેકન્ડ માત્રની ઝલક અને ફરી પાછો સન્નાટો, ફરી પાછી બધાની આંખો સોનેરી ઘાસમાં ગોઠવાઈ જતી કે ક્યાંકથી ફરી નીકળશે, ધીમે-ધીમે સૂરજ નમી રહ્યો હતો, વાઘની આસપાસ નિખાલસતાથી કલકલિયો ઉડાઉડ કરીને ચક્કર મારી રહ્યો હતો, ભગવી સુરખાબની જોડી પણ ત્યાં જ પાણીના પટમાં વિહરી રહી હતી અને અમારા બધાના હાથ કેમેરાના શટર ઉપર કે કંઈ પણ થાય, આ ઘટના કોઈપણ હિસાબે છૂટવી તો ન જ જોઈએ નહીંતર જિંદગીભર અફસોસ રહી જશે અને કહેવા માટે માત્ર એક વાર્તા. થોડી રાહ જોયા પછી કલકલિયો હવામાં ઊડ્યો એ સાથે જ એક પછી એક બંને અને છેલ્લે ત્રીજી વાઘણ આખી હવામાંથી કૂદી જાણે ઊડીને કૂદકો ન લગાવી રહી હોય! ત્રણેય એકસાથે પાણીમાં એકબીજાનો પીછો કરતા આંખના પલકારામાં પાણીની સપાટીને ચોમેર હવામાં પ્રસરાવી મૂકી. રામગંગાના પાણીમાં જાણે એક સાથે ત્રણે એ રીતે કૂદીને પડ્યા જાણે શાંત પાણી પર અચાનક જ આગની જ્વાળા શરૂ થઇ હોય. ઘટનાને કેમેરામાં કેદ કર્યા પછી પણ હું ક્ષણભર માટે દંગ રહી ગયો. ત્રણેયની ઉમર લગભગ 14 મહિના આસપાસ જ છે. મારા અંદાજ મુજબ આ ત્રણે બચ્ચાંઓનો આ રીતે પાણીમાં ખેલાયેલો ખેલ કદાચ છેલ્લો હશે કારણ કે આ લખાય છે ત્યાં સુધીમાં તો ત્રણેય બચ્ચાંઓ પારોથી અલગ થઈને પોતાનો વિસ્તાર બનાવવામાં વ્યસ્ત થઇ ગયા હશે અને આવનારી સિઝનમાં બહુ જ નહિવત્ શક્યતાઓ છે કે બધા જ એકસાથે મળે, એ પણ આવી રીતે. પારો પહેલી વખત તેનાં બચ્ચાંઓને સફળતાપૂર્વક ઉછેરી શકી છે, આશા રાખીએ કે આ ત્રણેય જંગલને વર્ષો સુધી પોતાની ગર્જનાથી ચેતનવંતુ રાખે.
આથમતો સૂર્ય જાણે ધરણીના આગોશમાં પોઢી જવા માટે આતુર હતો
સાંજ ઢળતા ઢીકાલા ડેક પરત ફર્યા. આથમતા સૂર્યને એ રીતે જોયો જાણે ધરણીના આગોશમાં પોઢી જવા માટે આતુર હોય. અહીં સાત વાગે એટલે સમજો રાતનો માહોલ જા�

Related Keywords

India , Uttarakhand , Uttaranchal , Edward James Jim , Panthera Tiger , Tigera Panther , Djim National Park , Jim National Main , Meat Institution , Kingfisher , A National Park , Jim National , Jim National Introductione Tiger , National Park , Jim National Introduction , Forest Rest House , River Coast , Forest Rest House River Coast , Forest Tiger Latest , Rest House , Foresti Latest , Breakaway Tiger , Old Forest , Fight Out , Coast Reach , James Jim , Place Tiger , இந்தியா , உத்தராகண்ட் , உத்தாரன்சல் , எட்வர்ட் ஜேம்ஸ் ஜிம் , கிஂக்‌ஃபிஶர் , தேசிய பூங்கா , காடு ஓய்வு வீடு , நதி கடற்கரை , ஓய்வு வீடு , பழையது காடு , சண்டை ஔட் , ஜேம்ஸ் ஜிம் ,

© 2025 Vimarsana