comparemela.com

Card image cap


Share
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારના ભવિષ્યને લઇ એકવખત ફરીથી પ્રશ્ન થવા લાગ્યા છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીના એક નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું છે. બિલાવલે ગુરૂવારના રોજ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે પાકિસ્તાનમાં ગમે ત્યારે સામાન્ય ચૂંટણી થઇ શકે છે અને તે આ સ્થિતિ માટે તૈયાર રહે. બિલવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના અને પાકિસ્તાની સેનાની વચ્ચે સંબંધ ખૂબ મજબૂત થઇ ગયા છે.
પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ પાછલા દિવસોમાં બિલાવલ ભુટ્ટોને પોતાના દિકરાના વલીમામાં આમંત્રણ આપ્યું હતું. બાજવાના આ દાવ બાદ પાકિસ્તાનના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે. હવે બિલાવલના આ નિવેદન બાદ ઇમરાન ખાન સરકાર ટેન્શનમાં આવી ગઇ છે. બિલાવલે કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી સરકાર બનાવશે અને ઇમરાન ખાનને સત્તા પરથી ઉખેડી ફેંકશે.
ઇમરાન ખાનની પાર્ટીની અંદર અને બહાર વિવાદ ઘણો વકર્યો છે
વાત એમ છે કે મોટા-મોટા વચન આપીને સત્તામાં આવેલા ઇમરાન ખાન જમીન પર કંઇપણ નક્કર કરતાં દેખાઇ રહ્યા નથી. એવામાં અફવાઓનું બજાર ગરમ છે કે ઇમરાને સેનાનો સાથ ગુમાવી દીધો છે. જો કે પીઓકેની ચૂંટણીમાં સેનાએ પોતાની કઠપૂતળી સરકારને ખુલીને સાથ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઇમરાન ખાનની પાર્ટીની અંદર અને બહાર વિવાદ ખૂબ વકર્યો છે. પાકિસ્તાનમાં કહેવાય છે કે સેનાની મંજૂરી વગર રાજકારણમાં એક પાનું પણ હલતું નથી.
ઇમરાન ખાન દાવો કરે છે કે સેના તેની સાથે ઉભી છે પરંતુ હવે બાજવાનો ભરોસો ઇમરાનથી તૂટી રહ્યો છે. ઇમરાનની પાર્ટીના વરિષ્ઠ નેતા જહાંગીર ખાન તારીને પાછલા દિવસોમાં જ પોતાની જ પાર્ટીની વિરૂદ્ધ એક અગ્રીમ મોરચો બનાવી લીધો હતો. તારીન ગ્રૂપ ખૂબ જ પૈસાવાળુ છે અને ઇમરાનની પાર્ટીના 34 સાંસદોનું સમર્થન આપે છે. તારીનના પ્રયાસથી જ પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં પીટીઆઈની સરકાર બનાવી હતી.
સેના અને નવાઝ શરીફની વચ્ચે વિવાદ પણ ઉકલી ગયો
એટલું જ નહીં ઇમરાન સરકારે પીએમએલ એનના નેતા શાહબાજ શરીફને દેશ છોડતા રોકી દીધા હતા. શાહબાજ શરીફ પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઇ છે અને સેનાની સાથે તેમના ખૂબ સારા સંબંધ છે. આ બધી ઘટનાઓ બાદ કહેવાય છે કે ઇમરાન સરકારના પંજાબમાં કામકાજથી સેના ખુશ નથી. એટલું જ નહીં ઇમરાન સરકારે વચન આપ્યું હતું કે સરકાર બનવા પર તેઓ વિદેશીઓ પાસેથી લોન નહીં પરંતુ હવે બની શકે કે તેનાથી ઉલટું રહ્યું છે. તેને લોન લઇને લોન ચૂકવવી પડી રહી છે. સેના અને નવાઝ શરીફ વચ્ચે વિવાદ ઉકલી ગયો છે તેવું પણ કહેવાય છે. એવામાં આવનારા થોડાંક મહિના પાકિસ્તાની રાજકારણ માટે ખૂબ જ અગત્યના થવા જઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 29, 2021

Related Keywords

India , Pakistan , Pakistani , Nawaz Sharif , Imaan Khan , A Imran Khan , Jahangir Khan , Imran Khan , Pakistan Army , Pakistan Prime Minister Imaan Khan , Pakistan People , Pakistan Army President General , Imran Khan Government , Pakistani Punjab Province Government , Sharif Country Leaving Rocky , Sharif East , இந்தியா , பாக்கிஸ்தான் , பாக்கிஸ்தானி , நவாஸ் ஷெரிப் , ஈமான் காந் , ஜஹாங்கிர் காந் , இம்ரான் காந் , பாக்கிஸ்தான் இராணுவம் , பாக்கிஸ்தான் மக்கள் , இம்ரான் காந் அரசு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.