ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બુધવાર, 14 સપ્ટેમ્બરના રોજ જેકલિન ફર્નાન્ડિઝ તથા પિંકી ઈરાનીની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (EOW)એ હવે આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ નોરા ફતેહીને બોલાવી છે. નોરા ફતેહી એક વાગ્યાની આસપાસ EOWની ઓફિસ આવી હતી. અહીંયા નોરા તથા પિંકી ઈરાનીની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. | EOW will question Pinky Irani and nora fatehi, may call 4 more actresses