Delimitation Commission To Reach Jammu And Kashmir For First Time Today; Find Out What Has Changed In The State After Modi's Meeting With Kashmiri Leaders? ભાસ્કર એક્સપ્લેનર:આજે પહેલીવાર જમ્મુ-કાશ્મીર પહોંચશે સીમાંકન આયોગ; જાણો મોદીની કાશ્મીરી નેતાઓ સાથેની મુલાકાત પછી રાજ્યમાં શું બદલાયું છે? 17 કલાક પહેલા કૉપી લિંક જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભા સીટોનું સીમાંકન ફાસ્ટ ટ્રેક પર આવી ગયું છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળું સીમાંકન આયોગ પ્રથમવાર 6 જુલાઈથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત શરૂ કરી રહ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ (NC) અને મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા આયોગને મળશે. ફારૂકના નેતૃત્વમાં રહેલ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી)માં સામેલ નાની પાર્ટીઓ પણ આયોગની બેઠકોમાં સામેલ થશે. NC, PDP સહિત PAGDમાં સામેલ પાર્ટીઓએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે અને ઓગસ્ટ 2019માં હટાવાલે આર્ટિકલ 370 ફરીથી લાગુ કરવામાં આવેત્યાં સુધી સીમાંકન પ્રક્રિયાથી દૂર રહેશે પરંતુ હવે તેમનું વલણ બદલાઈ ગયું છે. આ ફેરફાર કાશ્મીરી નેતાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે 24 જૂને મુલાકાત પછી આવ્યું છે. મોદીએ ગત વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં સ્પષ્ટ કર્યુ હતું કે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ સીમાંકન થશે, પછી ચૂંટણી. એટલે કે વિધાનસભા ચૂંટણી ક્યારે થશે, એ સીમાંકનના રિપોર્ટ પછી જ નક્કી થશે. હવે તમામ પાર્ટીઓ આ પ્રક્રિયામાં સામેલ થઈ રહી છે તો લાગે છે કે આયોગ માર્ચ 2022 સુધીમાં પોતાનો રિપોર્ટ બનાવી લેશે અને તેના પછી ચૂંટણીની તારીખ નક્કી કરી શકાશે. આવો જાણીએ કે સીમાંકન શું છે, કઈ રીતે અને શા માટે થાય છે? આનાથી રાજ્યનું ભવિષ્ય કઈ રીતે બદલી જશે? સીમાંકન હોય છે શું? સીમાંકન એટલે કે સીમા નિર્ધારણ. બંધારણની કલમ 82માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દર 10 વર્ષમાં વસતી ગણતરી પછી કેન્દ્ર સરકાર સીમાંકન આયોગ બનાવી શકે છે. આ આયોગ જ વસતીના હિસાબે લોકસભા અને વિધાનસભા માટે સીટો વધારી-ઘટાડી શકે છે. આયોગનું અન્ય એક મહત્વનું કામ છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસતીને ધ્યાનમાં રાખીને તેમના માટે સીટો રિઝર્વ કરવાનું. સીમાંકનની જવાબદારી કોની હોય છે? કેન્દ્ર સરકારની. કેન્દ્ર જ સીમાંકન આયોગ બનાવે છે. પ્રથમવાર સીમાંકન આયોગ 1952માં બનેલું હતું. તેના પછી 1963, 1973, 2002 અને 2020માં પણ આયોગ બન્યા હતા. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો ખતમ થયો. તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો-જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વહેંચવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા પ્રસ્તાવિત હોવાથી નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન જરૂરી થઈ ગયું હતું. સરકારે 5 માર્ચ 2020ના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીમાં સીમાંકન આયોગ બનાવ્યું. દેસાઈ ઉપરાંત ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કે કે શર્મા આ સીમાંકન આયોગના સભ્ય છે. જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં શું ખાસ છે? 5 ઓગસ્ટ 2019 સુધી જમ્મુ-કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ મળેલું હતું. ત્યાં કેન્દ્રના અધિકારો સીમિત હતા. જમ્મુ-કાશ્મીરમાં આ અગાઉ 1963, 1973 અને 1995માં સીમાંકન થયું હતું. રાજ્યમાં 1991માં વસતી ગણતરી થઈ નહોતી. આ કારણથી 1996ની ચૂંટણી માટે 1981ની વસતી ગણતરીને આધાર બનાવીને સીટોનું નિર્ધારણ થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થઈ રહ્યું છે, જ્યારે સમગ્ર દેશમાં 2031 પછી જ આવું થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન અંતર્ગત જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ (JKRA)ની જોગવાઈઓને પણ ધ્યાનમાં રાખવાની રહેશે. તેને ઓગસ્ટ 2019માં સંસદે પસાર કર્યુ હતું. તેમાં અનુસૂચિત જનજાતિ માટે સીટો વધારવાની વાત પણ કહેવામાં આવી છે. JKRAમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન 2011ની વસતી ગણતરીના આધારે થશે. સીમાંકનથી જમ્મુ-કાશ્મીરમાં શું બદલાઈ જશે? રાજ્યમાં 7 સીટો વધવાની છે. અત્યારે રાજ્યમાં 107 સીટો છે, જેમાં 24 સીટો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છે. ચાર સીટો લડાખમાં હતી, તેના અલગ થવાથી જમ્મુ-કાશ્મીરમાં ઈફેક્ટિવ સ્ટ્રેન્થ 83 સીટોની થઈ જશે. પરંતુ, JKRA અંતર્ગત નવા જમ્મુ-કાશ્મીરમાં 90 સીટો હશે. એટલે કે અગાઉ કરતાં સાત વધુ. PoKની 24 સીટો મેળવી દઈએ તો સીટોની સંખ્યા વધીને 114 થઈ જશે. બે વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો જમ્મુમાં 37 સીટો હતી અને કાશ્મીરમાં 46 સીટો હતી. ભાજપા સહિત કેટલીક રાજકીય પાર્ટીઓ જમ્મુ અને કાશ્મીર ખીણમાં સીટોનું અંતર અસમાન હોવાની દલીલ કરતી રહી છે. જો વધેલી સાત સીટો જમ્મુ ક્ષેત્રમાં આવે છે તો તેનો લાભ ભાજપાને થઈ શકે છે. આથી વિરોધી પાર્ટીઓ આવું કોઈપણ સ્થિતિમાં ઈચ્છશે નહીં. રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી પ્રથમવાર ગત વર્ષે જિલ્લા વિકાસ પરિષદો (ડીડીસીએસ)ની ચૂંટણી યોજાઈ. તેમાં ભાજપાએ જમ્મુ ક્ષેત્રની 6 પરિષદો પર કબજો જમાવ્યો, જ્યારે ખીણમાં તેની ઝોળી ખાલી રહી. જ્યારે, નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિત 7 પાર્ટીઓવાળા પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી)એ ખીણની તમામ 9 પરિષદો પર કબજો જમાવ્યો હતો. સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ ભાજપાનું છે તો ખીણ પીએજીડીમાં સામેલ પાર્ટીઓની. એવું શું થયું કે કાશ્મીરની પાર્ટીઓ સીમાંકન આયોગ સાથે વાત કરવા તૈયાર થઈ? ઘણું બધુ બદલાયું છે. સીમાંકન આયોગના એસોસીએટ સભ્યો તરીકે જમ્મુ-કાશ્મીરના પાંચ સાંસદોને જોડવામાં આવ્યા હતા. તેમાં બે સાંસદ ભાજપાના છે- ડો. જિતેન્દ્ર સિંહ અને જુગલ કિશોર. જ્યારે, ત્રણ અન્ય સાંસદ નેશનલ કોન્ફરન્સના છે - ફારૂક અબ્દુલ્લા, મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી. ફેબ્રુઆરીમાં જ્યારે આયોગે દિલ્હીમાં બેઠક કરી તો તેમાં ભાજપાના બંને સાંસદ સામેલ રહ્યા. પરંતુ NCના સાંસદો દૂર રહ્યા હતા. ગત સપ્તાહ સુધી ઓમર અબ્દુલ્લા સીમાંકન આયોગની વિરુદ્ધ રહ્યા હતા પરંતુ 24 જૂને ત્રણ વર્ષમાં પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેના પછી સ્થિતિ બદલાઈ છે. આયોગે પણ એક પહેલ કરી છે. તે અગાઉ માત્ર સાંસદો સાથે વાત કરતું હતું. પરંતુ હવે તેણે ગત વર્ષની જિલ્લા વિકાસ પરિષદો (ડીડીસી)ની ચૂંટણીમાં સામેલ તમામ પાર્ટીઓના પ્રતિનિધિઓને મળવાનો નિર્ણય કર્યો છે. તેનાથી PDP અને અન્ય પાર્ટીઓને પણ આયોગ સામે પોતાનો પક્ષ રાખવાની તક મળી છે. સીમાંકન આયોગની શું યોજના છે? સીમાંકન આયોગે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય તમામ પાર્ટીઓને કહેણ મોકલ્યું છે. કહેવાય છે કે આયોગ 20 જિલ્લાની સિવિલ સોસાયટી, સરકારી અધિકારીઓ, ડીડીસી, બીડીસી અને શહેરી સ્થાનિક નિગમો સાથે પણ વાત કરવાનું છે. 6 અને 7 જુલાઈએ આયોગે કાશ્મીરમાં રહેશે અને 8 તથા 9 જુલાઈએ જમ્મુમાં. 6 જુલાઈએ શ્રીનગરમાં અને 8 જુલાઈએ જમ્મુમાં શરૂઆતની બેઠક યોજાશે. આ દરમિયાન આયોગ ડેપ્યુટી કમિશનરો સાથે પણ વાત કરશે. ફેબ્રુઆરીમાં સાંસદો સાથે મુલાકાત પછી આયોગના એક અધિકારીએ ગત મહિને વર્ચ્યુઅલ મીટિંગમાં 20 ડેપ્યુટી કમિશનરો પાસેથી ડેટા કલેક્ટ કર્યો હતો. અન્ય સમાચારો પણ છે...