Share ગુજરાતમાં વરસાદને લઈને માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં જુલાઈ મહિનો એટલે વરસાદનો મહિનો તેમ છતાં સારા વરસાદ માટે લોકોએ રાહ જોવી પડશે. પરંતુ હા.. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. આગામી 4 અને 5 જુલાઈના રોજ વરસાદની તીવ્રતા વધવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ હા સારા વરસાદ માટે વરસાદી સિસ્ટમ હાલ કોઈ સક્રિય નથી, જેના કારણે થોડી રાહ પડશે. રાજ્યમાં હાલ 21% વરસાદની ઘટ છે. હાલ રાજ્યમાં કુલ 102.5 MM વરસાદ થયો છે. બીજી બાજુ ગુજરાતના ૨૦૭ મુખ્ય ડેમમાં સરેરાશ 39.22% પાણી બચ્યું છે, જ્યારે સરદાર સરોવર ડેમ 42.39% ભરાયેલો છે. બનાસકાંઠાનો સીપુ ડેમમાં 0.92% પાણી બચ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના ભાગમાં સામાન્ય વરસાદ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં સામાન્ય 94થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમ ભારત તરફ વાયુમંડળના નીચેના ભાગોમાં સંભવિત સુકા પશ્ચિમી/દક્ષિણ પશ્ચિમ પવનોના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ દરમિયાન લૂની પરિસ્થિતિ બની રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જુલાઈ મહિનામાં વરસાદ અંગે આગાહી કરી છે. આઇએમડીએ જણાવ્યું છે કે જુલાઇમાં દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે, વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ‘લૂ’ ની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હીટવેવની સ્થિતિ નોંધાઈ હતી. બુધવારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના સ્થળોએ ગરમી જોવા મળી. નોંધનીય છે કે દેશના સમગ્ર મેદાની વિસ્તારોમાં તાપમાન છેલ્લા કેટલાક દિવસોમાં 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 6.15 મીટર ઓછી છે. એક મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 9.68 નીચે ઉતરી છે. સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી. આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઇ પણ હજુ જોઈએ તેટલો વરસાદ નથી પડતો.. ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારમાં જ્યારે બીજી તરફ ચોમાસાને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના વીજ મથકોને સતત ચલાવવામાં આવતા પાણીના વપરાશના કારણે નર્મદા ડેમની જળ સપાટી 1 જૂનના રોજ 123.38 મીટર હતી. જે 1 જુલાઈના રોજ એક 113.70 મીટર થઈ જતા મહિનામાં પણ 9.68 મીટરની ઘટાડો જોવા મળી રહ્યો છે. 2019ના રોજ જૂલાઇમાં ડેમની જળ સપાટી 119.85 મીટર હતી, જ્યારે આ વર્ષે 113.70 મીટર છે એટલે કે ગત વર્ષના કરતા આ વર્ષે જળ સપાટી 6.15 મીટર ઓછી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery