Share ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. હવે કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રા આ વર્ષે નવા રંગરૂપ સાથે નીકળશે. આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જોડાવવા માટે પહોંચી ગયા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ ભગવાન જગન્નાથની નેત્રોરોત્સવ વિધિ અને ધ્વજારોહણની પૂજા વિધિ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમાનોએ ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી. આ પ્રસંગે ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ધજારોહણની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી. ભાજપ-પ્રમુખ પાટીલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ ધ્વજારોહણવિધિમાં જોડાયા હતા. ભગવાનની 14 દિવસ બાદ પ્રથમવાર આરતી કરવામાં આવી છે. હાલ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની આંખે પાટા બાંધવામાં આવ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાના ઘરેથી નિજમંદિર પરત ફર્યા છે. નિજ મંદિર મંદિરે પરત ફર્યા બાદ ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ એટલે કે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. નેત્રોત્સવની પૂજા વિધિ સવારથી શરૂ થઈ હતી. આ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો હતો. Photo Gallery શું છે નેત્રોત્સવ વિધિ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતા સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. ત્યારબાદ મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે. સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery