Ahmedabad In Vejalpur two persons teased a woman with nasty

Ahmedabad In Vejalpur two persons teased a woman with nasty gestures


Share
ફતેવાડીમાં બે શખ્સો એક મહિલાને જોઇ બીભત્સ ઇશારા કરીને છેડતી કરી રહ્યા હતા, જેથી મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પતિને કરી હતી. ત્યારબાદ પતિ બન્ને શખ્સોને સમજાવવા માટે ગયો હતો, જેથી ઔબન્ને શખ્સો ઉશ્કેરાઇ જઇને ઔપતિને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વેજલપુર વિસ્તારમાં આવેલ ફ્તેવાડીમાં રહેતા એક મહિલા તેના પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરના સમયે મહિલા અને તેનો પતિ ઘરે હાજર હતા. તે દરમ્યાન છસ્ઝ્રની ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની ગાડી આવતા મહિલા કચરો નાંખવા માટે ગઇ હતી. ત્યારે એક્ટિવા પર અશરફ શેખ અને તેનો મિત્ર બન્ને ત્યાં આવીને મહિલાની સામે બીભત્સ ઔઇશારા કરતા હતા, જેથી મહિલા તરત જ ઘરે પહોંચીને તેના પતિને સમગ્ર હકીકતની જાણ કરી હતી.
આમ મહિલાનો પતિ બન્ને શખ્સોને સમજાવવા માટે ગયો હતો. તે દરમ્યાન બન્ને શખ્સ મહિલાના પતિને ગાળો બોલવા લાગ્યા હતા. મહિલાના પતિએ ગાળો બોલવાની ના પાડતા બન્નેએે ઉશ્કેરાઇ જઇને ઝઘડો કરીને માર માર્યો હતો.
જો કે, બૂમાબૂમ થતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ટોળું દેખાતા જ બન્ને આરોપીઓ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 20, 2021

Related Keywords

Vejalpur , Gujarat , India , Ashraf Sheikh , , Door West , Tuesday Women , வேஜல்பூர் , குஜராத் , இந்தியா , அஷ்ரஃப் ஷேக் , கதவு மேற்கு , செவ்வாய் பெண்கள் ,

© 2025 Vimarsana