After Korona, Rs. 231 crore loan was not repaid in agricultu

After Korona, Rs. 231 crore loan was not repaid in agriculture in Rajkot district, Rs. 53.05 crore not paid | કોરોના પછી રાજકોટ જિલ્લામાં ખેતીવાડીમાં રૂ.231 કરોડની લોન ભરપાઇ ન થઇ, હોમલોન-પર્સનલ લોનમાં રૂ. 53.05 કરોડની રકમ ભરાઇ નહિ


After Korona, Rs. 231 Crore Loan Was Not Repaid In Agriculture In Rajkot District, Rs. 53.05 Crore Not Paid
ભાસ્કર એનાલિસિસ:કોરોના પછી રાજકોટ જિલ્લામાં ખેતીવાડીમાં રૂ.231 કરોડની લોન ભરપાઇ ન થઇ, હોમલોન-પર્સનલ લોનમાં રૂ. 53.05 કરોડની રકમ ભરાઇ નહિ
રાજકોટ12 કલાક પહેલાલેખક: ધારા નગેવાડિયા
કૉપી લિંક
મજૂરો વતન ચાલ્યા જતા સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાતા એમ.એસ.એમ.ઈ. સેક્ટર પ્રભાવિત થયું હતું.
પહેલી લહેરમાં લૉકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા
કૃષિ, ક્રોપ લોન, MSME અને હોમ-પર્સનલ લોન ભરવામાં 13,81,350 જેટલા ખાતાધારકને મુશ્કેલી પડી
મજૂરો વતન ચાલ્યા જતા સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાતા એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં રૂ.209.66 કરોડનું એનપીએ થયું
કોરોનાની પહેલી લહેરમાં આવેલા લૉકડાઉનને કારણે સામાન્ય લોકોથી લઇને ઉદ્યોગપતિ, ખેડૂત વગેરે પ્રભાવિત થયા છે. 2020-2021માં 13,81,350 ખાતાધારકને એગ્રિકલ્ચર, એમ.એસ.એમ.ઈ. ક્રોપ લોન, હોમલોન અને પર્સનલ લોન ભરપાઇ કરવામાં આર્થિક ખેંચનો સામનો કરવો પડતા મુશ્કેલી પડી છે. પહેલી લહેરમાં લોકડાઉન કારણે ઉદ્યોગ ધંધા બંધ રહ્યા, મજૂરો વતન ચાલ્યા જતા સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાતા એમ.એસ.એમ.ઈ. સેક્ટર પ્રભાવિત થયું હતું. જેનેે કારણે એમ.એસ.એમ.ઇ. લોનમાં રૂ. 209.66 કરોડનું એન.પી.એ થયું છે, તો હોમલોન-પર્સનલ લોનમાં રૂ. 53.05 કરોડ, ખેતીવાડીમાં રૂ.231 કરોડની લોન ભરપાઇ નથી થઇ.
ક્યા સેક્ટરમાં કેટલું એનપીએ થયું અને ખાતાધારકોની સંખ્યા
સેક્ટર
53.05
2,62,650
(નોંધ - રકમ કરોડમાં છે- લીડ બેન્કમાંથી મળેલી વિગત મુજબ)
એન.પી.એ થવાનું કારણ - એક્સપર્ટ ઓપિનિયન
એગ્રિકલ્ચરમાં અપાતી ઈનડાયરેક્ટ લોનમાં એનપીએ વધુ થયું હોવાની સંભાવના, MSMEમાં ઉત્પાદનથી લઈને પેમેન્ટ વગેરે અટકી જવાથી અસર થઈ
એગ્રિકલ્ચરમાં જે લોન આપવામાં આવે છે તેમાં બે પ્રકાર હોય શકે. એક ડાયરેક્ટ લોન અને બીજી ઈનડાયરેક્ટ લોન. જે ડાયરેક્ટ લોન છે તે ખેડૂતોને આપવામાં આવતી હોય છે. ઇનડાયરેક્ટ લોન ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી, ઉદ્યોગપતિઓ લેતા હોય છે. ખેતીવાડીમાં એન.પી.એ. થયું છે તેમાં ઈનડાયરેક્ટ લોનનો સમાવેશ થાય છે. ઈનડાયરેક્ટ લોન ખેતીવાડી સાથે સંકળાયેલા ઉદ્યોગ જેમકે, જિનિંગ- સ્પિનિંગ મિલ શરૂ કરવા માટે અપાતી લોન. જ્યારે એમ.એસ.એમ.ઈ.માં જે એન.પી.એ થયું છે તેમાં બે કારણ જવાબદાર છે એક તો કોરોનાને કારણે ઉદ્યોગ બંધ હતા. તેથી ઉત્પાદનથી લઈને પેમેન્ટની સમગ્ર પ્રક્રિયા પ્રભાવિત થઇ. જ્યારે એમ.એસ.એમ.ઇ.માં ડાયવર્ઝન ઓફ ફંડને કારણે પણ એન.પી.એ થતું હોય છે. એટલે કે, જે હેતુ માટે લોન લીધી હોય તેનો ઉપયોગ અન્ય માટે થાય. આ રીતે લોન મેળવ્યા બાદ ઉપયોગ બીજા માટે કરવો તેને બેન્કની ભાષામાં ડાયવર્ઝન ફંડ કહી શકાય. - પારસભાઈ ડોબરિયા, બેન્ક મેનેજર, યુનિયન બેંક
ચાલુ નાણાકીય વર્ષમાં એન.પી.એ વધશે, નોકરિયાત, ઉદ્યોગપતિ પણ લીધેલી લોન ભરપાઈ નથી કરી શક્યા
નાણાકીય વર્ષ 2020-2021 નું જે એન.પી.એ થયું છે તેની અસર ચાલુ નાણાકીય વર્ષ એટલે 2021-2022માં પડશે. ચાલુ નાણાકીય વર્ષમાં એન.પી.એ. માં 15 થી 20 ટકાનો વધારો થશે. કોરોનાને કારણે બચત પણ વપરાઈ ગઈ અને વર્કિંગ કેપિટલમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે એસેટ ક્રિએટ કરવા માટે જે-તે અરજદારને લોન આપવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે એસેટ ક્રિએટ ન થાય ત્યારે જે તે લોન એન.પી.એ. માં કાઉન્ટ થાય છે. ટર્મ લોનમાં 3 હપ્તા ભરપાઈ ન કરો ત્યાર પછી કેટલોક સમય બેન્ક દ્વારા અપાતો હોય છે ત્યારે પણ ખાતાધારક નિષ્ફળ જાય ત્યારે એન.પી.એ. થાય છે. જ્યારે સીસી લોનમાં દર મહિને વ્યાજ ભરવાનું હોય છે. મુદ્ત ચૂકાઇ ગયા બાદ વ્યાજ ચૂકવવા માટે આપેલા સમયમાં જ્યારે નિષ્ફળ નિવડે ત્યારે એન.પી.એ. થતું હોય છે. - પ્રકાશભાઈ શંખાવલા, મેનેજર આર.સી.સી. બેન્ક
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Rajkot , Gujarat , India , , Personal Home , Expert Opinions , Mill Start , ராஜ்கோட் , குஜராத் , இந்தியா , தனிப்பட்ட வீடு , நிபுணர் கருத்துக்கள் ,

© 2025 Vimarsana