A Truck Carrying 293 Goats To Mumbai For Eid Was Seized From Bhilad ભીલાડ પોલીસની કાર્યવાહી:રાજસ્થાનથી ઇદ માટે મુંબઇ લઇ જવાતા 293 બકરા ભરેલી ટ્રક ઝડપાઇ, 2ની ધરપકડ; 12 લાખનો મુદ્દામાલ જપ્ત ભીલાડ7 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રાજસ્થાનના બારમેરથી ટ્રક નં. GJ.08.Y.9630માં ક્રૂરતાપૂર્વક, ખીચોખીચ, ગૂંગળાઈ મરે તે રીતે સક્ષમ અધિકારીના પ્રમાણ પત્ર વિના 293 બકરા ભરેલી ટ્રક ગુજરાતના બોર્ડર નંદીગામ પાસે ભીલાડ પોલીસે ઝડપી પાડી હતી. ભીલાડ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે નંદીગામ હાઇવે પેટ્રોલ પંપ સામે વાપીથી મુંબઇ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. ત્યારે રાજસ્થાનના બાડમેરથી ટ્રક નં. GJ.08.Y.9630માં કાસમ અલ્લારખા ખાન અને હનીફ મરબા ખાને (રહે., બારમેર, રાજસ્થાન) એ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના, ક્રૂરતાપૂર્વક, ખીચોખીચ, ગૂંગળાઈ રીતે 293 બકરા ભર્યા હતા. પ્રાણી માટે ખોરાક કે પાણીની વ્યવસ્થા પણ કરી ન હતી. પોલીસે 293 બકરા જેની કિંમત રૂ.2,93,000 તથા ટ્રકની કિંમત 10 લાખ મળી કુલ્લે 12,93,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ બકરા બકરી ઈદના તહેવાર માટે રાજસ્થાનથી મુંબઇ લઈ જવામાં આવી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભીલાડ પોલીસે ટ્રકચાલક કબૂલ જુમ્મા ખાન તથા માલ ભરવાનાર ઉપરોક્ત બન્ને ઈસમોની અટક કરી ભીલાડ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેક ભીલાડ બોર્ડર સુધી કોઇએ ટ્રક ન રોકી ગેરકાયદે, પાસ પરમીટ કરતા વધારે ભરી,કબ્જામાં રાખી હેરાફેરી કરવામાં આવી રહી હતી.જે ટ્રક રાજસ્થાનથી નિકળી ગુજરાતમાંથી પસાર થઇ છેક છેલ્લી બોર્ડર ભીલાડ સુધી પહોચી ત્યાં સુધી કોઇ પણ ચેકપોસ્ટ કે જેતે પોલીસ કે, કોઇ જીવદયાપ્રેમીઓની નજર પહોચી ન હતી જે નવાઇની વાત છે.અંતે ગુજરાતની છેવાડાની બોર્ડર કોર્સ કરવા પહેલા 600 મીટરના અંતરે ભીલાડ પોલીસે ઝડપી પાડી હતી. અન્ય સમાચારો પણ છે...