Share પોર્ન ફિલ્મ બનાવવી અને તેને એપ્સ પર અપલોડ કરવાના કેસમાં રાજ કુંદ્રા સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક તનવીર હાશ્મીનું નામ પણ સામેલ છે, જે હાલમાં જામીન પર બહાર છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે તનવીરની લગભગ ત્રણ કલાક સુદી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે કબૂલ કર્યું હતું કે તેઓ પોર્નોગ્રાફી નહીં પરંતુ ન્યૂડીટી ધરાવતી ૨૦થી ૨૫ મિનિટની શોર્ટ ફિલ્મો બનાવતા હતાં. તેણે એમ પણ જણાવ્યું હતું કે આ ઇરોટિક ફિલ્મોને સોફ્ટ પોર્ન કહી શકાય. અહેવાલો અનુસાર જ્યારે પોલીસે તેને પૂછયું કે તે ક્યારેય રાજ કુંદ્રાને મળ્યો છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે પોતાની સંપૂર્ણ લાઇફમાં રાજ કુંદ્રાને મળ્યો નથી. તેણે સ્વીકાર કર્યો હતો કે તે રાજ કુંદ્રાની એપ માટે કન્ટેન્ટ તૈયાર કરતો હતો પણ તેની સાથે સીધી રીતે સંકળાયેલો ન હતો. તેણે જણાવ્યું હતું કે અમે જે કન્ટેન્ટ તૈયાર કરતાં હતાં તે ઇરોટિક હતું પરંતુ તેને તમે ર્તાિકક રીતે પોર્ન ના કહી શકો. દરમિયાન જેલની મહેમાનગતિ માણતા રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાના જે ચાર કર્મચારીઓ આ કેસમાં તાજના સાક્ષી બની ગયા છે તે ચારેએ નિવેદન આપ્યું છે કે કેસનો ભાંડો ફૂટયા બાદ તેમને વીડિયો ક્લિપ ડિલીટ કરી દેવાનું જણાવાયું હતું. તે ચારે જણાએ એમ પણ જણાવ્યું હતું કે કંપનીમાંથી જ પોર્ન ફિલ્મ અપલોડ કરવામાં આવતી હતી. દરમિયાન આ કેસમાં ભાગેડુ આરોપી યશ ઠાકુર સાથે એક આઈબીનો કર્મચારી પણ સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં આ શખ્સે જણાવ્યું હતું કે તેણે પત્નીના નામે એપ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સોમવારે રાજ કુંદ્રાના વકીલે જણાવ્યું હતું કે મુંબઈ હાઇકોર્ટમાં આવતી કાલે રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફિક કન્ટેન્ટનું પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન કરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 73348 Views 23128 Views 19600 Views 13912 Views