બિહારના કટિહાર જિલ્લામાં બે વિદ્યાર્થીના ખાતામાં અચાનક 911 કરોડ રૂપિયા જમા થવાથી દરેક લોકો દિગમૂઢ થઈ ગયો છે. આ સમાચાર આગની જેમ આખા ગામમાં ફેલાય ગયા તો ગ્રામવાસીઓ પણ પોતાનું એકાઉન્ટ ચેક કરવા બેંક અને ATM પહોંચી ગયા. સ્ટેટ બેંકના અધિકારીઓને પણ જ્યારે આ વાતની જાણકારી થઈ તો તેઓને પણ નવાઈ લાગી. અફડાતફડીમાં બેંક દ્વારા તપાસ કરવામાં આવી તો ટેક્નિકલ સેક્શનમાં ગરબડ થઈ હોવાનું સામે આવ્યું. | S