પાણીના રેલાની જેમ દોડતી મર્સિડીઝની ગતિ થોડી ધીમી કરી ઓમે શિવાંગી તરફ અછડતી નજર કરી લીધી. હજી એની આંખોમાં ભીની-ભીની મોસમ છલકાતી હતી. ક્યારેક ડુસકાંઓ તો ક્યારેક ડૂમો બની શિવાંગીના કંઠમાં વેદનાઓ સમાઈ જતી. વિધિની વક્રતાએ બંનેને હચમચાવી મૂક્યાં હતાં. ઓમ તો થોડો સ્વસ્થ થયો પણ શિવાંગીનો ફૂલ જેવો ચહેરો વેદનાથી ગોરંભાયેલા આકાશ જેવો હતો. રસ્તા પરના પાણીની છાલકો ગાડીની ગતિને અવરોધતી અને �