વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેની 100 મિનિટની મીટિંગ પછી રાજકીય નિવેદનો સતત જોવા મળી રહ્યાં છે. બે દિવસ પહેલાં મોદીને દેશના ટોપ લીડર ગણાવનાર સંજય રાઉતે હવે તેનાથી વિપરિત નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું કે ગત સરકારમાં ભાજપનું વલણ શિવસેનાની સાથે નોકરો જેવું હતું. રાઉત 2014થી 2019 વચ્ચેના સમયની વાત કરી રહ્યાં હતા, જ્યારે શિવસેના ભાજપની સાથે મહારાષ્ટ્રમાં સરકાર હતી. | Sanjay Raut Slams BJP