રાત્રિનાં ગાઢ અંધકારમાં તેજસ્વી આકાશગંગાએ તેના ચમકતા સેંકડો તારાઓ વડે જાણે હિમાલયનાં ઉત્તંગ શિખરોને ચળકતી ચાદર ઓઢાડી હોય એવું અનુપમ દૃશ્ય સર્જાયું હોય એ સમયે જ્યારે હનુમાનજી મૂર્છિત લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની બુટી લેવા માટે કૈલાશ અને ઋષભ પર્વત વચ્ચે આવેલા દેવી ઔષધીય મહાપર્વત પર આવી પહોંચે છે ત્યારે ત્યાં ઝગમગતી સેંકડો ઔષધિઓ જોઈને જે દુવિધા અનુભવી અને સમગ્ર પર્વત ઉપા�