જામનગર તા. ૧૨ઃ જામજોધપુરના વેરાવળમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે રાત્રે ત્રણ વાગ્યે દરોડો પાડી છ પત્તાપ્રેમીને પકડી પાડયા હતાં. જુગાર રમાડતો શખ્સ નાસી ગયો હતો. જ્યારે પાળેશ્વરનેસમાંથી ચાર શખ્સ પતા કૂટતાં પકડાયા હતા અને એક ફરાર થયો હતો. ઉપરાંત ઈશ્વરીયામાંથી એક શખ્સ ગંજીપાના-રોકડ સાથે ઝડપાઈ ગયો હતો