SC, ST અનામત આઝાદી સાથે જ નક્કી થઈ હતી અને તેની ચર્ચા બંધારણના ઘડવૈયાઓએ કરી હતી. પરંતુ 70 અને 80ના દાયકામાં પ્રાદેશિક પક્ષોનું જોર વધ્યું પછી OBC અનામતની શરૂઆત થઈ. કોંગ્રેસ અને ભાજપ બંને OBC અનામત માટે આતુર નહોતા પણ પ્રાદેશિક પક્ષો સામે ટક્કર લેવા હવે બંને મુખ્ય પક્ષો OBCની તરફેણ કરે છે. મંડલ સામે કમંડલ લાવનારો ભાજપ પણ હવે મંડલ-2નાં મંડાણ કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી છે. પરંતુ ચર્ચામાં ગેરસમજો બ�