। કોલંબો ।
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ નોંધાવેલી ૭૯ રનની મદદથી શ્રીલંકાએ ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ભારતે ૨-૧થી શ્રેણી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારત ૨૨૫ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. તેના જવાબમાં વરસાદના કારણે શ્રીલંકાને ૪૭ ઓવરમાં ડકવર્થ લૂઇસ નિયમના આધારે ૨૨૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે સાત વિકેટના �