અંબાજીમાં ભાદરવી પૂનમ પૂરી થયા બાદ પ્રતિ વર્ષની જેમ મંદિર પ્રક્ષાલનવિધિ યોજાશે. એને લઇ મંદિર બપોરે એક વાગ્યા બાદ દર્શન કાજે બંધ રહેશે, એવું દેવસ્થાન ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમે આવતા લાખો યાત્રિકોની સંખ્યા બાદ પ્રતિ વર્ષ અને પૌરાણિક પરંપરા મુજબ મંદિર પ્રક્ષાલનવિધિ યોજવામાં આવે છે, જેમાં માતાજીના વિવિધ અલંકારો, સવારીઓ, પૂજન સામગ્રી સહિત મંદિર ગર્ભગૃ�