comparemela.com


Young Man Climbs Bridge Over Suicide In Surat, Fire Brigade Rescues
આત્મહત્યાનો પ્રયાસ:સુરતમાં દારૂના નશામાં આપઘાત કરવાના કારણસર એક યુવાન બ્રિજ પર ચડ્યો, જુઓ ફાયરબ્રિગેડના જવાનોનું LIVE રેસ્ક્યૂ
સુરત8 કલાક પહેલા
કૉપી લિંક
આપઘાત કરવા બ્રિજ પર ચડેલા યુવાનનું રેસ્ક્યૂ ઓપરેશન.
લોકોનાં ટોળેટોળાં વચ્ચે ફાયરના જવાનોએ યુવાનને બચાવવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કર્યો
સુરતમાં એક યુવાન બ્રિજના પિલર પર ચડી જતાં ફિલ્મી દૃશ્યો જેવો માહોલ સર્જાયો હતો. ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના 70 ફૂટ બ્રિજના પિલર પર ચડી ગયેલા એક યુવાનને બચાવવા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગુરુવારની મોડી સાંજે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ડિંડોલી બ્રિજ પર ચઢી જનારો યુવાન મનુકુમાર નશામાં હતો.
યુવાનને બચાવવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ
પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો મનુકુમાર પ્રસાદ નામનો યુવક સુરતના ડિંડોલીમાં રહે છે અને મજૂરીકામ કરે છે. આ યુવક ગુરુવારે મોડી રાત્રે બ્રિજના પિલર પર ચડી જતાં ફિલ્મી દૃશ્યો જેવો માહોલ સર્જાયો હતો. તેને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ સમયે ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુવકને નીચે ઉતારવા માટે જહેમત ઉઠાવી હતી. લોકોનાં ટોળેટોળાં વચ્ચે ફાયરના જવાનોએ યુવાનને બચાવવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કર્યો હતો.
દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયરના જવાનોએ યુવાનને બચાવ્યો.
ફાયરના જવાનોએ યુવકને પોલીસને હવાલે કર્યો
ફાયર વિભાગના જવાનોની જહેમત બાદ પણ યુવક નીચે ઊતરવા નહીં માનતાં છેલ્લે બ્રિજની ઉપરના ભાગે દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયરના જવાનોએ યુવાનને બચાવ્યો હતો. લગભગ પાંચ કલાકની જહેમત બાદ રાત્રે સાડાબાર કલાકે ફાયર ટીમે રેસ્ક્યૂ કરી યુવાનને બ્રિજ પરથી સહી સલામત નીચે ઉતારી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આખી ઘટનાનો વીડિયો બની જતાં યુવાનના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા લોકો ભેગા થઈ ગયા હતા. હાલ યુવાનનું નામ મનુકુમાર હોવાનું અને તેની ઉંમર 27 વર્ષની હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બ્રિજ પર ચઢી જનારો યુવાન મનુકુમાર નશામાં હતોઃ પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે ડિંડોલી બ્રિજ પર ચઢી જનારો યુવાન મનુકુમાર નશામાં હતો અને કામ પરથી આવ્યા બાદ ઊંઘ આવતી હોવાને કારણે અને કોઈ હેરાન નહીં કરે એ ઇરાદે બપોરે 3 વાગે જ બ્રિજ પર ચઢીને સંતાઈ ગયો હતો. ત્યાર બાદ સાંજે 7 વાગે નાટક કરતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘણી મહેનત બાદ મધરાત્રે એક વાગે ફાયર સ્ટાફ ક્રેનની મદદથી તેને નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. મનુકુમારે જણાવ્યું હતું કે બ્રિજ પર તે ફસાઈ ગયો હતો. મારી ઈચ્છા થઈ એટલે હું બ્રિજ પર ચઢી ગયો હતો. જોકે નશાખોર પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે. મનુકુમાર એક ઉદાહરણ કહી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Surat ,Gujarat ,India , ,Fire Department ,Bridge Pillar ,President Park ,Patil Road ,Bihar Prasad ,Youth Surat ,Youth Thursday ,சூரத் ,குஜராத் ,இந்தியா ,தீ துறை ,ப்ரெஸிடெஂட் பூங்கா ,பாட்டீல் சாலை ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.