Share
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2077 જેઠ વદ પાંચમ, મંગળવાર, પંચક. નાગપંચમી (બંગાલ). ચંદ્ર ગુરુની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
સામાજિક કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો.ધીમું ફળ મળતું લાગે, વિધ્ન દૂર થાય.
વૃષભ રાશિ
મનનો પરિતાપ અને રૃકાવટો દૂર થતા રાહત અનુભવાય, નાણાભીડનો ઉકેલ સહજ, પ્રવાસ.
મિથુન રાશિ
પ્રતિકૂળતા અને તણાવ ના સંજોગો હળવા થાય, આર્થિક સમસ્યાને સુલઝાવી શકશો, વિવાદ ટાળજો.
કર્ક રાશિ
આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય, સ્વજન, મિત્ર અંગે સાનુકૂળતા.
સિંહ રાશિ
શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો, લાગણી પર કાબૂ જરૃરી બને, વ્યવસાયિક બાબતોનો ઉકેલ મળે.
કન્યા રાશિ
ધીરજના ફળ મીઠા ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને, મિત્ર મુરબ્બીથી સહકાર, પ્રવાસ.
તુલા રાશિ
આપના જમીન-જાગીર, વેપાર-ધંધાના કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઊભા થતા લાગે.
વૃશ્ચિક રાશિ
આર્થિક વ્યવસાયિક બાબતો ગૂંચવાયેલા હોય તો ઉકેલ આવશે, કૌટુંબિક કાર્ય સફળ બને.
ધન રાશિ
મનના મનોરથને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે, ઉતાવળ અને આળસ ત્યજવા પડે.
મકર રાશિ
પ્રતિકૂળતાભર્યા સંજોગો લાગે તો પણ હિંમત ન હારશો ઈશ્વર જરૃર મદદરૃપ થાય,
કુંભ રાશિ
અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે, પણ સારું તો અવશ્ય થતું જોઈ શકશો.
મીન રાશિ
લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો, આર્િથક ચિંતા દૂર થાય, કુટુંબ કલેશ ટાળજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 28, 2021