Share
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2077 અષાઢ સુદ ત્રીજ, મંગળવાર, અંગારકી વિનાયક ચોથ. મંગળ શુક્રની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
ધીમે ધીમે મુશ્કેલી કે મૂંઝવણ હશે તો દૂર થતી જણાય, સ્વજનનો સહકાર મેળવજો, ખર્ચનો પ્રસંગ.
વૃષભરાશિ
આપના મનની મુરાદ મનમાં રહી ન જાય તે માટે વધુ પ્રયત્નો અને આયોજન જરૃરી માનજો.
મિથુન રાશિ
આર્િથક સમસ્યાને હલ કરવાની તક મળે, ચિંતા હળવી બને, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.
કર્ક રાશિ
સંયમ અને સમજદારીપૂર્વક રહેવાથી સફળતા અને પ્રસન્નતા સર્જાય. પ્રવાસમાં વિલંબ જણાય.
સિંહ રાશિ
આપની માનસિક સ્વસ્થ્તા પ્રાપ્ત કરી શકશો, મિલન-મુલાકાતથી પ્રસંગ અંતરાયને પાર કરી શકશો.
કન્યા રાશિ
વ્યવસાયિક પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય,લાભદાયી કાર્યરચના, ગૃહવિવાદ ટાળજો.
તુલા રાશિ
દુઃખ અને સંતાપના રોદણા રોવાની જરૃર નહીં પડે, સંજોગો સાનુકૂળતા જણાય, નસીબ સુધરતું જણાય.
વૃશ્ચિક રાશિ
આપની ચિંતા-ઉપાધીના વિચારોમાંથી બહાર આવી શકશો, કાર્યફળ અને લાભની તક સર્જાય.
ધન રાશિ
પ્રયત્નોનું ફળ વિલંબથી મળતું જણાય, વિશ્વાસે રહ્યા વિના જાત પર વિશ્વાસ જરૃરી સમજવો.
મકર રાશિ
પ્રભુ પરનો ભરોસો અને આયોજન પુરુષાર્થ ફળતા જણાય, મિલન-મુલાકાતથી પ્રસન્નતા.
કુંભ રાશિ
મિથ્યા-અભિમાન અને ઉશ્કેરાટમાં બાજી બગડી ન જાય તે જોજો, નાણાભીડ અવરોધીનો અનુભવ.
મીન રાશિ
આર્થિક સમસ્યાઓનો કોઈ અણધાર્યો ઉકેલ સાંપડે, અનુભવીની મદદ ઉપયોગી બને. ચિંતાના વાદળ વિખેરાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 12, 2021