Share
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2077 અષાઢ સુદ બીજ, સોમવાર, અષાઢી બીજ. રથયાત્રા. મુ. જિલ્હજ. પારસી સ્પેંદારમદ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
ધાર્યા કામકાજ આડે આવતા વિઘ્નો દૂર થતા જણાય, મિલન-મુલાકાત સફળ નીવડે સાનુકૂળ તક.
વૃષભ રાશિ
મહત્ત્વની બાબતો અંગે સમય પ્રતિકૂળ હશે તો બદલાશે અને ચિંતા દૂર થાય, સ્વજનો અંગે કાર્ય સફળતા.
મિથુન રાશિ
ધીમે-ધીમે સંજોગો વધુ વિકટ હશે તો પણ સુધરતા જોઈ શકશો, આવેગો- લાગણી પર કાબૂ રાખજો.
કર્ક રાશિ
પ્રશ્નો હશે તો ઉકેલ મળતો જણાય, ચિંતાના વાદળ વિખેરાય, ગૃહવિવાદ ટાળજો.
સિંહ રાશિ
સમસ્યાઓ અને મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ ખૂલતો જણાય, આશા ફળતી લાગે.
કન્યા રાશિ
તમારા અધૂરા રહેલા કાર્યો કે પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકશો, કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા સર્જાય.
તુલા રાશિ
નસીબના કે અન્ય કોઈના ભરોસે રહેવા કરતા કાર્યને આધારે રહેવું હિતાવહ. મહત્ત્વની મુલાકાત ફળે.
વૃશ્ચિક રાશિ
આપના ઘર કે બહાના પ્રશ્નો અંગે અગત્યના પ્રયત્નો ફળદાયી બનતા લાગે, અંગત ચિંતાનો ઉકેલ મળે.
ધન રાશિ
ખોટા ખર્ચ ખરીદીના પ્રસંગો અટકાવજો, ઘરના પ્રશ્નો તરફ ધ્યાન આપજો, પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
મકર રાશિ
ચિંતા- તણાવના વાદળો હશે દૂર થતા રાહત મળતી જણાય, કોઈ તક આવી મળે તે ઝડપી લેજો.
કુંભ રાશિ
આપની સમાધાનવૃત્તિ અને અન્યને માન આપવાની ભાવના ફળદાયી રહે, મહત્ત્વના કામ આગળ વધે.
મીન રાશિ
આપના સામાજિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે આપના પ્રયત્નો સાર્થક બનતા લાગે, મનની શાંતિ મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 11, 2021