Vows With Chaturmas, The Festive Season Also Begins; The Glory Of Adoration, Fasting
આજે દેવપોઢી અગિયારસ:ચાતુર્માસની સાથે વ્રતો, તહેવારોની સિઝન પણ શરૂ; આરાધના, ઉપવાસનો મહિમા
અમદાવાદએક દિવસ પહેલા
કૉપી લિંક
ચાર મહિના લગ્ન સહિતનાં શુભ કાર્યો વર્જિત, અનુષ્ઠાન, ભાગવત કથા, હવન-યજ્ઞ જેવાં શુભ કાર્યો થશે
મંગળવારે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશીની સાથે ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થશે. જ્યારે 15 નવેમ્બરે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી અગિયારસે ચાતુર્માસ પૂરાં થશે. આ ચાર મહિના દરમિયાન લગ્ન સહિત શુભ માંગલિક કાર્યો વર્જિત મનાય છે. હવે સીધા નવેમ્બર મહિનામાં લગ્નનાં મુહૂર્તો આવશે. ચાતુર્માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે, અષાઢ સુદ એકાદશીએ ભગવાન પોઢે છે. આથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે.
ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે, તેથી તેને પાર્શ્ચવર્તી એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ તેઓ જાગે છે, તેથી તે એકાદશીને દેવઊઠી એકાદશી કહેવાય છે. શિક્ષાપત્રીમાં શ્લોક 76થી 78માં જણાવાયું છે કે, આ સમયગાળામાં ભગવાનની કથા સાંભળવાનું, વાંચવાનું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવાનું તથા સ્તોત્રનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે.
15 નવેમ્બરે દેવઊઠી અગિયારસ બાદ ચાલુ વર્ષે લગ્નનાં 13 જ મુહૂર્ત બાકી રહેશે
ચાતુર્માસ દરમિયાન માંગલિક કર્યો નિષેધ મનાય છે. 15 નવેમ્બરે દેવઊઠી અગિયારસ બાદ લગ્નનાં 13 જ મુહૂર્ત બાકી રહેશે. વર્ષ 2021 દરમિયાન માંગલિક કાર્ય માટે 72 મુહૂર્ત હતાં.
નવેમ્બરનાં મુહૂર્ત: તારીખ 16, 20, 21, 26, 28, 29, 30
ડિસેમ્બરનાં મુહૂર્ત: 1, 7, 8, 9, 13, 14
શહેરનાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં હિંડોળા યોજાશે
ચાતુર્માસમાં હિંડોળાનાં દર્શનનો પણ મહિમા છે. અષાઢ વદ બીજે 25 જુલાઈએ ઠાકોરજીનાં હિંડોળાનાં દર્શનનો પ્રારંભ થશે, જે 15 દિવસથી એક મહિના સુધી ચાલશે. ખાસ તો વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનાયરાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું આયોજન કરાશે. કાલુપુર સ્વામિનાયરાયણ, બીએપીએસ, ગાદી સંસ્થાન, એસજીવીપી ગુરુકુળ, કુમકુમ સ્વામિનારાયણ, કલોલ સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ દરમિયાન ધારણાં-પારણાં, નકોરડી એકાદશીઓ, એકટાંણાં, વચનામૃત, બાપાશ્રીની વાતોની પારાયણ વાંચવામાં આવશે. મણિનગર કુમકુમ મંદિરમાં પણ ભગવાનને વિશેષ શણગાર કરાશે.
ઋષિકુમારો પણ વ્રતોમાં જોડાશે
એસજીવીપી ગુરુકુલ, મેમનગર ગુરુકુલ તથા અન્ય શાખાના 70 સંતો અને 200 વિદ્યાર્થી-ઋષિકુમારો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ચાતુર્માસના વ્રતોમાં જોડાતા હોય છે. એસજીવીપીના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલમાં રહેતા સંતો પણ ચાતુર્માસમાં પોતાની શારીરિક અનુકૂળતા પ્રમાણે પયોવ્રત, ચાન્દ્રાયણ, ધારણા-પારણા વગેરે નિયમો લેશે.
આજથી વ્રતોનો પણ પ્રારંભ
20 જુલાઈથી નાની બાળકીઓના મોરાકત વ્રત-ગોયરો શરૂ થશે.
21 જુલાઈથી જયા પાર્વતી વ્રત શરૂ થશે.
23 જુલાઈએ ગુરુનું ઋણ ચૂકવવાનું પર્વ ગુરુપૂર્ણિમા
અન્ય સમાચારો પણ છે...