comparemela.com


Vaccination Completed 6 Months In The Country, At The Current Pace, Not Every Adult Can Be Vaccinated By The End Of The Year
ભાસ્કર ડેટા સ્ટોરી:દેશમાં વેક્સિનેશનને 6 મહિના પૂરા, હાલની ગતિએ તો વર્ષના અંત સુધી દરેક પુખ્ત ન થઈ શકે વેક્સિનેટેડ
5 કલાક પહેલાલેખક: જયદેવ સિંહ
કૉપી લિંક
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વેક્સિન લગાવવાની શરૂ થઈ. વેક્સિનેશન અભિયાનને આજે 6 મહિના પૂરા થયા છે. અત્યારસુધી દેશમાં 39 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપી દેવાયા છે. 31 કરોડથી વધુ લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો, જ્યારે લગભગ 8 કરોડ લોકો સંપૂર્ણ વેક્સિનેટ થઈ ચૂક્યા છે.
ડિસેમ્બર સુધી દેશની 18 વર્ષથી વધુ વયની વસતિ સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ જશે. આવું નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનના હેડ એનકે અરોરાનો દાવો છે. જોકે આ માટે તેઓ આવનારા મહિનાઓમાં વેક્સિન સપ્લાયની ઝડપ વધારવાની કંડિશન પણ રાખે છે.
જો હાલની ગતિના હિસાબે જ વેક્સિનેશન થતું રહ્યું તો આપણે આ ટાર્ગેટ ક્યાં સુધી પૂરો કરી લઈશું? કયાં રાજ્યોમાં વેક્સિનેશન સૌથી પહેલા પૂરું થશે? કયા રાજ્ય વસતિના હિસાબે અત્યારે સૌથી પાછળ છે? શું વેક્સિનેશનથી ત્રીજી લહેર પર પણ કોઈ અસર પડશે? દુનિયાભરના ડેટા આ અંગે શું કહે છે? આવો સમજીએ...
જો હાલની ગતિના હિસાબે જ વેક્સિનેશન થતું રહ્યું તો આપણે આ ટાર્ગેટ ક્યાં સુધીમાં પૂરો કરી લઈશું?
15 જુલાઈએ દેશમાં વેક્સિનેશન શરૂ થયાને 180 દિવસ થઈ ગયા. ગત 179 દિવસમાં 31,35,29,502 લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી દેવાયો છે, એટલે કે દરરોજ સરેરાશ 17.5 લાખથી વધુ લોકોને વેક્સિન લાગી. હાલની વસતિના એ લગભગ 23% છે. જો આ જ ગતિ રહી તો દેશના દરેક નાગરિકને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવવામાં માર્ચ 2023ની શરૂઆત સુધી સમય લાગશે.
જ્યારે જો આને દેશની પુખ્ત વસતિના હિસાબે જોઈએ તો લગભગ 33.5% વસતિને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. જો આ જ ગતિ રહી તો જુલાઈ 2022 સુધી દેશની સંપૂર્ણ પુખ્ત વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી જશે.
જોકે જૂનના અંતમાં વેક્સિનેશને ઝડપ પકડી, પરંતુ અત્યારે ફરી એકવાર ઝડપ ઘટી રહી છે. એ ઉપરાંત વેક્સિનેશનનો હાલનો દર અત્યારસુધીની સરેરાશથી વધુ છે.
સાત દિવસની સરેરાશના હિસાબે આ સમયે દરરોજ 37.8 લાખ ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. જો વેક્સિનેશનની આ જ ઝડપ રહી તો આગામી 165 દિવસ સુધી દેશની પુખ્ત વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી જશે. એટલે કે ડિસેમ્બરના અંત સુધીમાં દેશની સંપૂર્ણ પુખ્ત વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો હશે.
હવે સવાલ એ છે કે હાલના દરે વેક્સિનેશન થયું તો દેશની પુખ્ત વસતિ ક્યાં સુધીમાં સંપૂર્ણપણે વેક્સિનેટ થશે. તો એનો જવાબ છે કે આ માટે લગભગ 12 મહિના લાગી જશે, એટલે કે જુલાઈ 2022 સુધી ભારતની પુખ્ત વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી હશે.
હવે તમે કહેશો કે સરકાર તો વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ પુખ્ત વસતિને વેક્સિનેટ કરવાની વાત કરી રહી છે. એ કેવી રીતે શક્ય બનશે? તો એનો જવાબ છે કે જો આજથી દરરોજ 88.5 લાખ ડોઝ લગાવવામાં આવે તો ડિસેમ્બરના અંત સુધીમાં દેશની લગભગ 94 કરોડની પુખ્ત વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ જશે.
કયાં રાજ્યોમાં અત્યારસુધીમાં સૌથી વધુ વસતિને વેક્સિનેટ કરવામાં આવી?
અત્યારસુધીમાં આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં છે, જ્યાં 55% કે એનાથી વધુ વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે. સિક્કિમ અને લદાખ એમાં ટોચ પર છે. બંને સ્થળે લગભગ 93% પુખ્ત વસતિને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, આંદામાન-નિકોબાર અને હિમાચલ પ્રદેશમાં પણ 55%થી વધુ પુખ્ત વસતિને ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે. દિલ્હી પણ આવનારા એક-બે દિવસમાં આ લિસ્ટમાં સામેલ થઈ જશે.
કયાં રાજ્યો વસતિના હિસાબે હજુ સૌથી પાછળ છે?
વસતિના હિસાબે ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. અહીં અત્યારસુધીમાં 3.88 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવાયા છે, પરંતુ ઉત્તરપ્રદેશ એ રાજ્ય છે, જેની સૌથી ઓછી વસતિ વેક્સિનેશનમાં કવર થઈ છે. અત્યારસુધીમાં અહીં માત્ર 22% વસતિને જ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે, જ્યારે રાજ્યની માત્ર 4% વસતિ એવી છે કે જે સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે.
ઉત્તરપ્રદેશ ઉપરાંત માત્ર બિહાર એવું રાજ્ય છે, જ્યાં 25%થી ઓછી વસતિનું વેક્સિનેશન થયું છે. અહીં લગભગ 23% વસતિને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે રાજ્યની કેવલ 4% વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ છે.
શું વેક્સિનેશનથી ત્રીજી લહેર પર પણ કોઈ અસર પડશે?
દેશમાં ત્રીજી લહેરને લઈને સતત વાત થઈ રહી છે. જો ઝડપથી વેક્સિનેશન થાય છે તો ત્રીજી લહેરનું જોખમ ઓછું થઈ શકે છે. યુરોપ અને અમેરિકાના આંકડા એવા સંકેત આપે છે. ઉદાહરણ માટે બ્રિટનમાં છેલ્લા કેટલાક સમયથી ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એ પછી પણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. અહીં 50%થી વધુ વસતિ વેક્સિનેટ થઈ ચૂકી છે. આ પ્રકારે લોકોને આઈસીયુમાં ભરતી કરવાની આવશ્યકતા પણ ખૂબ ઓછી પડી રહી છે.
જ્યારે વધુ વેક્સિનેશનને કારણે કોરોનાના કેસ વધ્યા પછી પણ અહીં મોત અગાઉના મુકાબલે ઘણાં ઓછાં છે, એટલે આપણે જેટલી ઝડપથી વેક્સિનેશન કરીશું, ત્રીજી લહેરના જોખમને એટલું જ ઓછું કરી શકીશું.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Tripura ,India ,Ladakh ,Jammu And Kashmir ,Himachal Pradesh ,Delhi ,Uttar Pradesh ,Bihar ,Arunachal ,Assam , ,I National Expert Group ,Statese Union ,Jayadeva Lion ,January Country Corona ,National Expert Group ,Country Start Tapes ,March Start ,Arunachal Region ,Himachal Pradesh Region ,Uttar Pradesh India ,திரிபுரா ,இந்தியா ,லடாக் ,ஜம்மு மற்றும் காஷ்மீர் ,இமாச்சல் பிரதேஷ் ,டெல்ஹி ,உத்தர் பிரதேஷ் ,பிஹார் ,அருணாச்சல் ,அசாம் ,தேசிய நிபுணர் குழு ,இமாச்சல் பிரதேஷ் பகுதி ,உத்தர் பிரதேஷ் இந்தியா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.