comparemela.com


Trade Of Milk, Cheese, Yogurt And Buttermilk In Corona Increased 9%, Ice Cream Decreased 35%; Turnover Rose 2% To Over Rs 39,000 Crore
અમૂલનું ટર્નઓવર વધ્યું:કોરોનામાં દૂધ, પનીર, દહીં અને છાશનો વેપાર 9% વધી, આઈસ્ક્રીમનો 35% ઘટ્યો; ટર્નઓવર 2% વધીને 39 હજાર કરોડને પાર
આણંદ5 કલાક પહેલા
કૉપી લિંક
અમુલ ડેરી, આણંદ - ફાઇલ તસવીર
કોરોના કાળમાં પણ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)નું ટર્નઓવર બે ટકાથી વધીને રૂ. 39,200 કરોડે પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2019-20માં જીસીએમએમએફની આવક 17% વધીને રૂ. 38,550 કરોડે પહોંચી ગઈ છે.
ગયા વર્ષે આઇસ્ક્રીમના વેચાણમાં ઘટાડો થયો હતો
આ માહિતી આપતા GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ગ્રોથ થોડો ધીમો પડ્યો છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં વેચાણમાં ઊછાળો નોંધાશે. જોકે, દૂધ, દહીં, છાશ, પનીર અને ચીઝ જેવી અમારી બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ટર્નઓવરમાં 8.5થી 9% સુધીનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે લૉકડાઉનના કારણે અમૂલ આઈસક્રીમના વેચાણમાં 35% જેટલો ઘટાડો થયો છે. એટલું જ નહીં, લૉકડાઉનના કારણે અમારી સ્કિમ્ડ મિલ્ક પાઉડર જેવી કોમોડિટી પ્રોડક્ટ્સના બિઝનેસ પર પણ વિપરિત અસર પડી છે.
રોજ 150 લાખ લિટર દૂધ વેચાય છે
લૉકડાઉનમાં પણ ઘરેલુ વપરાશના દૂધ અને અને બીજી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ મજબૂત રહ્યું હતું, પરંતુ હોટલ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયામાં તેની માંગ ઘણી ઘટી હતી. જોકે, અમને આશા છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં તે સેગમેન્ટમાં પણ અમે ડબલ ડિજિટનો ગ્રોથ હાંસલ કરીશું. નોંધનીય છે કે, જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડ હેઠળ વિવિધ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. જીસીએમએમએફની પ્રતિ દિન દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 360 લાખ લિટર છે. અમૂલ રોજ 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે, જેમાં ગુજરાતનો હિસ્સો 60 લાખ લિટર, દિલ્હી-એનસીઆરનો 35 લાખ લિટર અને મહારાષ્ટ્રનો 20 લાખ લિટર છે. આ ઉપરાંત તે પંજાબ, ઉત્તર પ્રદેશ અને કોલકાતામાં પણ વેચાણ કરે છે. પહેલી જુલાઈથી અમૂલ દૂધમાં પ્રતિ લિટર રૂ. બેનો ભાવ વધારો કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

,Anand File Image Corona ,Gujarat Milk ,Federation Limited ,கூட்டமைப்பு வரையறுக்கப்பட்டவை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.