The University Said The Self. Keshubhai To D. We Will Give The Degree Of Lit.: Hardik Asked When Will You Give It After Eight Months?
પત્ર લખી રજૂઆત:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કહ્યું હતું કે, ‘સ્વ. કેશુભાઈને ડી.LITની પદવી આપીશું’, તો હાર્દિકે પૂછ્યું - આઠ માસ થયા ક્યારે આપશો?
રાજકોટ4 કલાક પહેલા
કૉપી લિંક
ફાઈલ તસ્વીર
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કુલપતિ પેથાણીને પત્ર પાઠવી એક તીરથી બે નિશાન સાધ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્વ. કેશુભાઈ ઉપરાંત 5 મહાનુભાવોને ડી. લીટ.ની પદવી આપવાનો નિર્ણય કર્યો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોએ આજથી 8 મહિના પહેલા સ્વ. કેશુભાઈ પટેલને મરણોત્તર તેમજ અન્ય 5 મહાનુભાવોને ડી. લીટ.ની પદવી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બે સેનેટ સભા મળી ગઈ આમ છતાં પદવી એનાયત ન થતાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કેશુભાઈના જન્મદિવસ તા.24 જુલાઈએ કુલપતિ પેથાણીને પત્ર પાઠવીને લાગણી વ્યક્ત કરી હતી કે, આજે કેશુભાઈનો જન્મદિવસ છે ત્યારે જો 24 જુલાઈએ તેઓને તમોએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જો ડી. લીટ.ની પદવી આપવામાં આવી હોત તો તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાત.
8 મહિના થયા છતાં પદવી નહોતી આપી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2-11-2020ના રોજ ઠરાવ કર્યો હતો કે રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી), ઈસરોના ચેરમેન ડો. કે. શિવાન, સ્વ. કેશુભાઈ પટેલ(મરણોત્તર) તેમજ આશિષભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગણાત્રા અને શ્રીભાણદેવજીને ડોક્ટર ઓફ લિટરેચર(ડી. લીટ.)ની માનદ પદવી આપવા તેમજ આ સિવાયના નામોની ચર્ચા કરવા માટે એક કમિટીની રચના કરી હતી જોકે આ વાતને 8 મહિનાનો સમય વીતી જવા છતાં 19 ડિસેમ્બર અને 28 માર્ચ એમ બે વખત સેનેટની સભા મળી ગઈ હતી જોકે એકપણ મહાનુભાવને ડી. લીટ.ની પદવી એનાયત થઈ ન હતી.
કેશુભાઈ પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા
દરમિયાન 24 જુલાઈએ કેશુભાઈ પટેલનો જન્મદિવસ હતો ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને 24 જુલાઈએ જ ડી. લીટ.ની પદવી આપવામાં આવી હોત તો સૌરાષ્ટ્રના પ્રજાજનો વતી તેઓને સાચી શ્રદ્ધાંજલિ હતી. જોકે આવું નથી થયું. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે ડી. લીટ.ની પદવી આપવાનો નિર્ણય લઈ લીધો હોય ત્યારે સમિતિની બેઠકો ન મળવાના બહાના આગળ ધરવાને બદલે સ્વ. કેશુભાઈ પટેલને મરણોત્તર સન્માનને બદલે મરણોત્તર અન્યાય નથી કરી રહ્યા ને? કેશુભાઈ પટેલ પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. તેઓને ડી. લીટ.ની પદવી આપવાનો ઠરાવ થયો ત્યારબાદ અંદરખાને કેટલાક વિવાદ શરૂ થયા હતા અને આ કારણોસર જ સ્વ. કેશુભાઈ ઉપરાંત અન્ય મહાનુભાવોને પણ ડી. લીટ.ની પદવી આપી શકાઈ નથી.
હવે પછીની સેનેટમાં ડી. લીટ.ની પદવી આપી દેવાય તેવી સંભાવના
સ્વ. કેશુભાઈને મરણોત્તર ઉપરાંત અન્ય 5 મહાનુભાવોને ડી. લીટ.ની પદવી આપવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ કર્યો હતો, પરંતુ આ અંગે જે સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. તેની હજુ સુધી એકપણ બેઠક મળી નથી. આથી ડી. લીટ.ની પદવી આપી શકાઈ નથી. હવે પછી જ્યારે સેનેટની સભા મળશે ત્યારે ડી. લીટ.ની પદવી અગાઉ કરાયેલી જાહેરાત મુજબ આપી દેવાય તેવી શક્યતા છે. - ડો. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
અન્ય સમાચારો પણ છે...